Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

જોડીયા પંથકમાં મેઘમહેરથી સર્વત્ર પાણી-પાણી

જોડીયા, તા., ૩૧:બેમાસ  કોરોધાકડ રહયા બાદ જોડીયા સહીત તાલુકામાં ગઇકાલે બપોરબાદ  મેઘાનું આગમન મન મુકીને વરસીને ખેડુતોની ચિંતા હળવી દુર કરેલ છે અને ભીષમ ગરમીથી લોકોને ઠંડીનો અહેવાસ કરાવેલ. ગઇકાલ બપોર પછી એક ઇંચ વરસાદથી ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા અને જોડીયાના રસ્તાઓ પાણી વહેતા થયા હતા. બસ સ્ટેન્ડથી ચાર ચોક વિસ્તારના રસ્તાઓમાં ઠેર-ઠેર પાણી સંગ્રહ જોવા મળેલ. આજ વહેલી સવારે પાંચ વાગ્યાથી ફરીથી જોડીયા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અંદાજ મુજબ બે ઇંચ વરસાદ પડયાના વાવડ મળેલ છે. ધીમી ધારે વરસાદ વરસવાનો ક્રમ ચાલુ છે. જોડીયાના એક માત્ર મસાણીયા ચેકડેમામં નવા નીરની આવક ચાલુ છે.

મેઘમહેરથી સાર્વત્રીક વર્ષોથી તાલુકાની પ્રજા અને ખેડુતોમાં ખુશનો માહોલ જોવા મળેલ. આજ સાંજ સુધી ૬ ઇંચ વરસાદથી તાલુકાના બાદનપરના સીમ વિસ્તારમાં પૌરાણીક કનકેશ્વર મહાદેવ મંદિર પાસે તળાવ છલકાતા ભ્રમર ખારીના કોઝવે પાસે પાણીનો ધોધ નિરંતર વહે છે.

સોમ અને મંગળવાર બે દિવસ જોડીયા સહીત તાલુકામાં મેઘરાજા ઓળઘોળ થતા ખેડુતો ખુશખુશાલ થયા છે. છ ઇંચ અનરાધાર વરસાદથી ખેડુતોના ખેતર ખેત તલાવડી બન્યા છે. સચરાચર મેઘકૃપાથી જોડીયાના રણકપીર અને કુચીપીર તળાવોમાં નવા નીરનું આગમન થયું છે. જયારે તાલુકાના બાદનપરના સીમ વિસ્તારમાં કનકેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ તળાવ છલકતા ભ્રમરખારી કોઝવે પાસે ધોધ વહી રહયો. જયારે જોડીયાના સરકારી દવાખાનાના પરીસર પાણી-પાણી જયારે ડેમના કેનાલોમાં ઉંડ-ર ડેમમાંથી પાણીની આવક ચાલુ છે. જયારે જોડીયાના મસાણીયા ચેકડેમ અને ઉંડ નદી હજી વરસાદી પાણી માટે તરસી રહી છે. મંગળની મધ્ય રાત્રીએ જોડીયા પંથક પર વરસાદી ઝાપટા ચાલુ રાખ્યા છે.

(11:35 am IST)