Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

પોરબંદરના ભારવાડામાં જુગાર રમતા ૫ મહિલા સહિત ૮ વ્યકિતઓ પોણા લાખના રોકડ સાથે ઝડપાયા

પોરબંદરઃ તા.૩૧, તાલુકાના ભારવાડામાં જુગાર રમતા ૫ મહિલા સહિત ૮ વ્યકિતઓને પોણા લાખની રોકડ સાથે પોલીસે  પકડી પાડયા છે. પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહીલ તથા ડીવાયએસપી શ્રી જે.સી.કોઠીયાની સુચના તેમજ એલસીબી, પીઆઇ, પી.ડી.દરજી ના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ, એચ.એન.ચુડાસમા એસ.ઓ.જી. સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન કોન્સ્ટેબલ સમીરભાઇ જુણેજાને મળેલ ચોક્કસ હકીકત આધારે ભારવાડા ગામ પટેલ ફળિયા તા.જી. પોરબંદરવાળી જુગારનો અખાડો ચલાવે છે તેવી ચોક્કસ હકીકત આધારે  રેડ કરતા આરોપી (૧) લાખીબેન વા/ઓફ કારાભાઇ અરશીભાઇ ઓડેદરા ઉ.વ.૫૫ રહે. ભારવાડા પટેલ ફળિયા તા.જી. પોરબંદર (૨) લીલાભાઇ ભાયાભાઇ પરમાર ઉ.વ.૩૨ રહે. જયુબેલી ખાપટ રોડ કૈલાસ બંગલાની બાજુમાં પોરબંદર (૩) ચેતન હર્ષદભાઇ જોશી ઉ.વ.૨૭ રહે. રીલાયન્સપંપ પાછળ દ્વારકા પુરી સોસાયટી પોરબંદર (૪) મહેશ અરજનભાઇ ઓડેદરા ઉ.વ.૨૭ રહે. રોકડીયા હનુમાન મંદિર પાછળ રામાપીરના દ્વારા પાસે    પોરબંદર (૫) નરેશ અરવિંદભાઇ મેદ્યનાથી ઉ.વ.૩૨ રહે. જયુબેલી ખાપટ રોડ વછરાજ ટાયર પંપની બાજુમાં પોરબંદર (૬) ભેનીબેન વા/ઓફ હરજી વાલજી જોશી ઉ.વ.૫૦ રહે. કિર્તીમંદિર પાછળ શ્રીનાથજી હવેલી વાળી ગલીમાં પોરબંદર (૭) મનુબેન ઉર્ફે મણકીબેન વા/ઓફ મુરૂભાઇ વિકમભાઇ મોઢવાડીયા ઉ.વ.૬૦ રહે. ભારવાડા ગામ લાલુ ફળિયું તા.જી. પોરબંદર (૮) ભારતીબેન ઉર્ફે ભુમિબેન વા/ઓફ તુલસીભાઇ જેરામભાઇ પરમાર ઉ.વ.૪૪ રહે. રીલાયન્સ પેટ્રોલપંપ પાછળ નારાયણનગર બોખીરા પોરબંદર (૯) સોનલબેન ઉર્ફે રૂપાબેન વા/ઓફ માલદે દેવાભાઇ ઓડેદરા ઉ.વ.૨૮ રહે. મિલપરા શેરી નં.૫ પોરબંદર વાળાઓને આરોપી નંબર (૧) ના ઘરમાં જુગાર રમતા ગંજીપતાના પાના તથા રોકડ રૂ.૭૨,૭૫૦/- તથા મોબાઇલ ફોન નં-૭ કિ.રૂ.૨૦,૫૦૦/- મળી કુલ રૂ.૯૩,૨૫૦/- ના મુદામાલ સાથે પકડી પાડી તમામ આરોપીઓ વિરૂધ્ધ બગવદર પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા મુજબ ગુન્હો દાખલ કરાવેલ છે.

આ કામગીરીમાં એસ.ઓ.જી. ના મેરામણભાઇ, કિશનભાઇ, સરમણભાઇ, સમીરભાઇ, વિપુલભાઇ તથા પારૂલબેન તથા એલ.સી.બી. ના રામભાઇ, બટુકભાઇ, રવિભાઇ,ગીરીશભાઇ તથા લાખીબેન વિગેરે જોડાયેલા હતા.

(11:34 am IST)