Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

જસદણમાં વહેલી સવારે ઝાપટુ

જસદણમાં આજે બુધવારે વહેલી સવારે જોરદાર વરસાદી ઝાપટુ વરસી જતાં રોડ રસ્તામાં પાણી પાણી થઇ ગયું હતું. સૂર્યનારાયણ દેવે પણ આજે નિયત કરતા દર્શન મોડા આપ્યાં હતા. આ પંથકના જળાશયો હજુ ખાલીખમ છે, ત્યારે મેઘરાજા મનમુકીને વરસે એવી પ્રાર્થના આ પંથકના લોકો કરી રહયાં છે. (તસ્વીર હુસામુદીન કપાસી- જસદણ)

(11:34 am IST)