Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

ગોંડલના કંટોલીયાનો ૧૫ વર્ષનો ભાવેશ બારૈયા લાપત્તાઃ અપહરણનો ગુનો

રાજકોટ, તા. ૩૧ :. ગોંડલના કંટોલીયા ગામમાં રહેતો ૧૫ વર્ષનો કોળી કિશોર ઘરેથી નિકળ્યા બાદ પરત ન આવતા ગોંડલ તાલુકા પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ ભાવનગર-તળાજાના તરસરા ગામના અને હાલ ગોંડલના કંટોલીયા ગામમાં વલ્લભભાઈ ભુવાની વાડીએ રહેતા વિનુભાઈ પાંચાભાઈ બારૈયા (ઉ.વ. ૪૫) એ ગત તા. ૨૬-૭ના રોજ પોતાના પુત્ર ભાવેશ (ઉ.વ. ૧૫)ને ફાકી લેવા મોકલ્યો હતો. ફાકી લઈને તે પરત ન આવતા તેના પિતા સહિતના પરિવારજનોએ તેની શોધખોળ આદરી હતી, પરંતુ તેનો કોઈ પત્તો ન લાગતા તેના પિતા વિનુભાઈ બારૈયાએ ગોંડલ તાલુકા પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ગુનો દાખલ કરી ગોંડલ સીટી પીઆઈ કે.આર. રાવતે તપાસ આદરી છે.

(11:33 am IST)