Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

માંગરોળના લવેટ-મોટીફળીના પૂર્વ ઉપ સરપંચની લાશ શંકાસ્પદ હાલતમાં માંડણના જંગલમાંથી મળી

ઘરેથી નીકળ્યા બાદ બીજા દિવસે લાશમળતા અનેક તર્ક વિતર્ક

માંગરોળ તાલુકાનાં લવેટ-મોટીફળી ગ્રૂપ ગ્રામપંચાયતના પૂર્વ ઉપ સરપંચ ગોવિંદભાઇ સોમાભાઇ વસાવાની વાંકલ નજીક આવેલ માંડણ ગામના જંગલમાથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા ગઇ છે.મોત અગે શંકા કુશંકા સેવાઇ રહી છે. ઘરેથી નીકળ્યા બાદ બીજા દિવસે લાશ મળી આવી હતી.

   અંગેની વિગત મુજબ લવેટ ગ્રૂપ ગ્રામપંચાયતના મોટીફળી ગામના વતની અને પૂર્વ ઉપ સરપંચ ગોવિંદભાઇ સોમાભાઇ વસાવા (63) તા 28મીના રોજ સવારે વેલાછા ગામે જાઉં છુ, તેવું કહી પોતાની બાઇક લઈ ઘરેથી નીકળ્યા હતા. સાંજ સુધી પરત પોતાના ઘરે ન આવતા ઘરના સભ્યોએ ઘરના સભ્યોએ તેમણે ફોન કર્યો હતો. પરંતુ મોબાઈલ સ્વિચ ઓફ આવતા તેઓનો કોઈ સંપર્ક થઈ શક્યો ન હતો.

   માંડણ ગામના સરપંચ કનુભાઈ વસાવા માંડણ ગામથી વાંકલ તરફ બપોરે આવી રહ્યા હતા. ત્યારે માંડણ ગામની સીમમાં જંગલ ખાતાની નર્સરી નજીક સ્પેલેન્ડર બાઇક ગઇકાલની પડી રહી હોવાનું ગાય ચરાવતા ગોવાળોએ તેમણે જણાવ્યુ હતું. જેથી કનુભાઈ વસાવાએ બિનવારસી સ્પ્લેન્ડર બાઇકની તપાસ કરવા જતાં નજીકથી એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. જે ગોવિંદભાઇ વસાવા (રહે મોટીફળી )નો હોવાનું અન્ય લોકોએ જણાવતા ઓળખ થઈ હતી.

  માંગરોળ પોલીસે સ્થળ પર પહોંચી હતી. અને ગોવિંદભાઈની કોઈએ હત્યા કરી છે કે કેમ? તે જાણવા પ્રયત્ન કર્યા હતા. પરંતુ ચોકકસ કારણ જાણી શકાયું નથી. ગોવિંદભાઇ છેલ્લા દશ પંદર વર્ષથી જમીન દલાલીનું કામ કરતાં હતા, તેમજ તેમના કોની જોડે સબંધ હતા, ગુમ થયેલ મોબાઈલ વગેરે કારણોની દિશામાં તપાસ પણ હાથ ધરી છે. ગોંવિદભાઇના મોત અંગે પી.એમ રિપોર્ટ આવ્યા બાદ મોત અંગેનું કારણ જાણી શકાશે. પરંતુ હાલમાં ગોવિંદભાઈના મોત અંગે અનેક તર્ક-વિતર્ક સાથે લોક ચર્ચાએ જોર પકડ્યું છે. 

(9:09 am IST)