Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

મોટા લીલીયાના પ્રશાંતભાઇના બેંક ખાતામાથી ઉપડી ગયેલ રૂપિયા જિલ્લા સાયબર સેલે પાછા અપાવ્યા

અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકએ જીલ્લામાં ઓનલાઇન ફ્રોડ તથા સાયબર ક્રાઇમને લગતા બનાવોને અંકુશમાં લેવા અંગે સાયબર સેલને આપેલ સુચના અનુસંધાને, મોટા લીલીયામાં રહેતા પ્રશાંતભાઇ શીલોજાના બેંક ખાતામાથી કોઇ ફોન કે OTP નંબર આપ્યા વગર જુદા જુદા ટ્રાન્ઝેકશનથી કુલ રૂ.૧૭,૦૦૦ની રકમ ઓનલાઇન ફ્રોડ મારફતે ઉપડી ગયેલ હોય,જેની જાણ થતા તેઓએ તાત્કાલીક સંલગ્ન બેંક તથા સાયબર ક્રાઇમ સેલ પોસઇશ્રી એમ.એમ.પરમારનો સંપર્ક કરી,ઉપરોકત બનાવ બાબતે જાણ કરતા તેઓ દ્રારા તુર્તજ કાર્યવાહી હાથ ધરી,અરજદારના બેંક ખાતામાં કરવામાં આવેલ ઓનલાઇન ફ્રોડ ટ્રાન્ઝેકશનની તમામ જરૂરી માહિતી તથા બેંક પાસબુકમાં થયેલ એન્ટ્રી,ઓનલાઇન સ્ટેટમેન્ટ,ATM કાર્ડ વિ.ડોકયુમેન્ટ મેળવી,ચેક કરતા ઓનલાઇન ફ્રોડમાં ગયેલ નાણા Google.Neflix દ્રારા અનઅધિકૃત રીતે કાપવામા આવેલ હોવાની જાણ થયેલ,ખાતાધારકની જાણ બહાર કાપવામાં આવેલ,આ નાણા પરત મેળવવા માટે સાયબર ક્રાઇમ સેલ ટીમ દ્રારા જરૂરી કાર્યવાહી કરી,ઓનલાઇન ફ્રોડમાં ગયેલ પુરેપુરી રકમ રૂ.૧૭,૦૦૦/-પ્રશાંતભાઇને પરત અપાવી,આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. પોલીસ અધિક્ષક સાહેબશ્રીના માર્ગદર્શન અને સુચના હેઠળ આ કામગીરી સાયબર ક્રાઇમ સેલ PSI એમ.એમ.પરમાર તથા પો.કો આસીફભાઇ દ્રારા કરવામાં આવેલ છે.

(12:07 pm IST)