Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

અમદાવાદના બાપા સીતારામ ટ્રસ્ટ દ્વારા સોમનાથમાં સફાઈ અભિયાન

ભાલકા તીર્થ, ગીતા મંદિર, રામજી મંદિર, ત્રિવેણી સંગમ, સોમનાથ સ્મશાનમાં સફાઈ કરી

સોમનાથ : પવિત્ર શ્રાવણ માસ પૂર્વે સમગ્ર સોમનાથ મહાદેવ તથા આજુબાજુ ના તમામ તીર્થસ્થાન ની  સફાઈ કરાઈ હતી અમદાવાદના બાપા સીતારામ ટ્રસ્ટ ના સ્વંયમ સેવકો ભાલકા તીર્થ, ગીતા મંદિર, રામજી મંદિર, ત્રિવેણી સંગમ, સોમનાથ સ્મશાન, સોમનાથ મહાદેવ ના રક્ષણ કાજ પોતાના જીવન નું બલિદાન આપનાર વીર પુરુષ હમીરસિંહજી ગોહિલ ની પ્રતિમા વીર વેગડાજી ભીલ ની પ્રતિમા સહિત ના દેવસ્થાન ની સફાઈ કરાય હતી

  દિવસે પોતા ના પરિવાર ના જીવન નિર્વાહ માટે વેપાર ઉદ્યોગ ધંધો બિઝનેશ કરતા સુખી સંપન્ન પરિવાર ના યુવાનો નું હોલીડે એટલે ગુજરાત ના કોઈ પણ એક ધર્મ સ્થાન ની સફાઈ સેવા કરે છે  દર રવિવારે ગુજરાત નું કોઈ પણ એક ધર્મ સ્થાન પસંદ કરી પોતા ના સ્વ ખર્ચે સફાઈ સાધનો સાવરણા સાવરણી  સુપડા સુપડી ફીનાઇલ કચરા પોતા એસિડ ડસ્ટબીન સહિત ના સાધનો લઈ પહોંચી જાય છે સફાઈ મિલિટરી ની છાપ ધરાવતી સંસ્થા બાપાસીતારામ ટ્રસ્ટ અમદાવાદ ના યુવાનો સુપ્રસિદ્ધ યાત્રા ધામ સોમનાથ દ્વારકા પાવગઠ અરણેજ ચોટીલા પાવગઠ બગદાણા ગુજરાત ભર ના કચ્છ માતા નો મઠ ભુરખિયા સહિત ના દેવસ્થાનો ની સુંદર સફાઈ કરે છે પદ પ્રતિષ્ઠા પ્રસિદ્ધિ ની કોઈ પણ જાત ની અપેક્ષા વગર શિસ્તબદ્ધ સફાઈ અભિયાન કરે છે સાથે હદયસ્પર્શી અપીલ કરે છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા ધર્મસ્થાન નું ઔચિત્ય જાળવો જ્યાં ત્યાં ગંદકી ન કરો સ્વચ્છતા ના હિમાયતી બનો ની શીખ સાથે સોમનાથ મહાદેવ મંદિર ખાતે સફાઈ અભિયાન કરાયુંહતું 

(8:48 pm IST)