Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

જાફરાબાદ પોલીસે ઘરફોડ ચોરીના આરોપી જાદવ બારૈયાને મુદામાલ સાથે ઝડપ્યો

જાફરાબાદ મરીન  પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના આરોપીને મુદામાલ સાથે ઝડપી લેવાયો છે  જાફરાબાદ મરીન પોલીસ ભાવનગર રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ  તેમજ અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક   ચૌધરી  સા.કુંડલા ડીવીઝન દ્વારા અન ડીટેકટ ચોરીના ગુન્હા ડીટેકટ કરવા માટે સખત સુચના આપેલ.

   આ  સુચના અને માર્ગદર્શન હેઠળ  જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ એસ.એચ.નીમાવત તથા પોલીસ સ્ટાફ ના માણસો પેટ્રોલીંગમા હતા ત્યારે બાતમી મળેલ કે  એક શખ્શ બે ચોરાવ ઉંચી કીમતના મોબાઇલ ફોન જુદી જુદી દુકાને બતાવી સસ્તામાં વેચવાની પેરવી કરી રહ્યો છે એ શંકાસ્પદ છે.

   આ બાતમી મળતા સ્ટાફ સાથે અ;જલી પ્લાઝા કોમ્પલેક્ષ વાળા  રોડ ઉપર જતા હકીકત વાળો શખ્શ મળી આવતા તેનો ઉભો રાખીને પૂછપરછ કરતા સંતોષકારક જવાબ નહિ મળતા બે રાહદારી પંચોને બોલાવી પંચો રૂબરૂ મજકુરનું નામઠામ પુછતા પોતે પોતાનું નામ જાદવભાઇ મનુભાઇ બારૈયા ઉ.વ.૩૩ ધંધો.ખેતી કામ રહે. ખંઢેરા – જાફરાબાદ વાળો હોવાનું જણાવેલ હોય અને તેના હવાલામા રહેલ મોબાઇલ ફોન નંગ -૦૨  કિમંત રૂ. ૨૪,૦૦૦ બાબતે વિક્ષ્વાસમાં લઇ પુછપરછ કરતા  સદરહું મોબાઇલ ગઇ તા- ૨૩/૨૪/૦૭/૨૦૧૯ ના રાત્રીના વખતે જાફરાબાદ સામાકાઠે પીપળીકાંઠા વિસ્તાર લોકી વિરડાની બાજુમાં આવેલ રહેણાંક મકાનના પ્રવેશ કરી સુતેલ માણસોના ઓશીકા પાસેથી લીધેલનું જણાવતા સદરહું મોબાઇલ સાથે મજકુરને જાફરાબાદ મરીન ફ. ગુ.ર.નં ૧૪/૨૦૧૯  ઇ.પી.કો કલમ ૩૮૦ ૪૫૭ વિ. મુજબના કામે આજ રોજ તા-૩૦/૦૭/૨૦૧૯ ના ક. ૧૭/૩૦ વાગ્યે અટક કરેલ છે

  . આ સમગ્ર કામગીરીમાં જાફરાબાદ મરીન પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ. એસ.એચ.નીમાવત તથા હેઙ.કોન્સ. દિપકભાઇ મકવાણા તથા રમેશભાઇ વાળા તથા પો.કોન્સ બરવિનભાઇ ચૌહાણ તથા પો.કોન્સ ભીમાભાઇ ગઢવી  તથા પો.કોન્સ સુરજભાઇ બાંભણીયા તથા પો.કોન્સ મહેશભાઇ હીમાસીયા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

(8:50 pm IST)