Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

મોરબીમાં સીરામીક પ્લાઝા-1 માં નિયમ વિરુદ્ધ મોબાઈલ ટાવર ખડકી દેવાતા પાણીનો નિકાલ અટક્યો :પાણી ભરાતા 25 દુકાનોમાં નુકશાન

શોપિંગ માલિક અને મોબાઇલ ટાવર કંપની સામે કાર્યવાહી કરવા અને વળતરની માંગ ;કલેક્ટરને વેપારીઓએ આપ્યું આવેદનપત્ર

મોરબીમાં સીરામીક પ્લાઝા-1માં નિયમ વિરુદ્ધ મોબાઈલ ટાવર ખડકી દેવાતા ટાવરની જગ્યામાં શોપિંગના પાણીનો નિકાલ બંધ થતા શોપિંગમાં પાણી ભરાવાથી 25 દુકાનોમાં નુકશાન થયાનું અને નુક્શાનનું અવળતર આપવા તેમજ શોપિંગ માલીક તથા ટાવર કંપની વિરુદ્ધ કાર્યવાહી કરવા સીરામીક પ્લાઝા-1ના દુકાનદારોએ કલેક્ટરને રજૂઆત કરી છે

  આ અંગેની વિગત મુજબ સિરામીક પ્લાઝા ૧ માં દુકાન ધરાવતા વ્યાપારીઓએ નિયમ વિરૂધ્ધ મોબાઈલ ટાવર ખડકી દેતા જીલ્લા કલેકટર ને લેખીત રજુઆત કરી હતી રજુઆત માં જણાવ્યુ હતું કે,ટાવર ના માલીકો અને મોબાઈલ ટાવર કંપની દ્રારા અવૈઘ મોબાઈલ ટાવર ખડકી દેતા શોપીંગના પાણી નો જે નિકાલ હતો તે ગત ત્રણ માસ પહેલા બંધ કરવામાં આવેલ છે.તેથી તા.૧૬ જુલાઈ સોમવાર ના રાત્રી દરમ્યાન પડેલ વરસાદ ના કારણે ૨૫ જેટલી દુકાનોમાં અડધા ફુટ જેટલું પાણી ભરાય ગયુ હતું જેના કારણે અગત્ય ના દસ્તાવેજ,કમ્યુટર,લાઈટ અને અલગ અલગ વસ્તુ,ફનીચર ને મોટા પ્રમાણ માં નુકશાન થયું છે

  ,આ બાબતે અમે જગ્યા ના માલીક તથા ટાવર કંપની ને જાણ કરી પરતું તેમના દ્રારા કોઈ આશ્વાન આપવા માં આવેલ નથી,અને તે ઉપરાંત ૧૭ તારીખે કાયદેસર ની કાયૅવાહી કામગીરી કરવા માં આવી તે કામગીરી આ બન્ને લોકો દ્રારા રોકવામાં આવી,અહી તે ઉપરાંત ટાવર મા જીવલેણ વાયરો લટકે છે જેથી આગ લાગે છે અને અને જેના કારણે દુકાન ની છત ને પણ નુકશાન થતા તિરાડો પડી છે જેથી વરસાદી પાણી પણ દુકાનમાં પડે છે

  .લટકતા વાયર ને કારણે કોઈ જીવલેણ ધટના બનશે તો જવાબદારી કોની ? જમીન માલીક ની કે ટાવર કંપની ની તેવો સવાલ વ્યાપારી દ્રારા ઉઠાવવામાં આવી હતી જેની કલેકટર કચેરી એ રૂબરૂ રજુઆત કરવા માં આવી હતી.

 

(3:55 pm IST)