Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

સત્તાના દુર ઉપયોગ બદલ શાપર વેરાવળના મહિલા સરપંચ કુસુમબેન કાપડીયાને હોદ્દા ઉપરથી દુર કરતા ડીડીઓ

 શાપર વેરાવળ તા. ૩૧ : શાપર વેરાવળના મહિલા સરપંચ કુસુમબેન મુકેશભાઇ કાપડીયાને હોદ્દા ઉપરથી ડીડીઓએ દુર કરતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ કોટડા સાંગાણી તાલુકાના વેરાવળ ગામ પંચાયતના મહિલા સરપંચઙ્ગ કે એમ કાપડીયા ફરજ બજાવવામા સદંતર નિષ્ફળ જતાં ગુજરાત પંચાયત અધિનિયમ અન્વયે જીલ્લા વિકાસ અધિકારીઙ્ગ અનિલ રાણાવસીયાએ પદ પરથી દુર કરતો હુકમ કરવામાં આવ્યો. કોટડાસાંગાણી તાલુકા વિકાસ અધિકારી ડીડીઓને રજુ કરેલા અહેવાલ ઘ્યાને લઈ જુદી જુદી ક્ષતિઓ અંગે કારણદશેક નોટીસ આપવામાં આવી હતી જેનો ખુલાસો રજુ કરતા એ ખુલાસાઓ ડીડીઓએ ગ્રાહ્ય રાખ્યા ન હતા અને આ મહિલા સરપંચને એમના હોદા પરથી દુર કરતો હુકમ કયો હતો. તેમની સામે સદસ્યોની એવી રજુવાત હતી કે મહિલા સરપંચ એમની સતાનો દુરૂપયોગ કરે છે.

પંચાયતની બેઠકમાંથી ચાલ્યા જાય છે જેથી સદસ્યો તરફથી કોઈ રજુઆત થઈ શકતી નથી આગણવાડીના મજુર થયેલા કામો થયા નથી. ઘોબી ઘાટમા મહિલાઓ માટે સ્નાનઘરમાં જરૂરી દીવાલ કરી નથી અને સરપંચ પેટા કોન્ટ્રેકટ આપી કામ કરાવે છે જે અધિનિયમથી વિરોધી છે તેમજ કામના ચૂકવવામાં પણ નિયમોને ઘ્યાન રાખ્યા નથી વગેરે રજુઆતો હતી. આ બાબતે ડીડીઓએ રૂબરૂમાં સુનાવણી કરી હતી. જેમાં થયેલા આક્ષેપોનો મુદા વાઈસ જવાબો રજુ કરવામાં આવ્યા હતા પરંતુ ડીડીઓ તેને ગ્રાહ્ય ન રાખી પદ પરથી દુર કરતો હુકમ કર્યો હતો.

(12:11 pm IST)