Gujarati News

Gujarati News

News of Sunday, 31st May 2020

કુવાડવાના માલિયાસણના આધેડને કોરોના પોઝિટિવ આવતા તેના રહેણાંક વિસ્તાર કંટેનમેન્ટ જાહેર : સૅનેટાઈઝ કરાયો

રાજકોટ : રાજકોટના કુવાડવારોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ  માલિયાસણ ગામની મેઈન બજારથી અંદરની શેરીમાં રહેતા ભીખાભાઇ રામાણીને કોરોના પોઝિટિવ આવતા સદરહુ વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવેલ છે

 જેથી તે વિસ્તારમાં જરૂરી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે અને ગામના સરપંચ, તલાટી મંત્રી તથા સ્થાનિક આગેવાનો તથા સરકારી તંત્ર સાથે સંકલનમાં રહીને કન્ટેનમેન્ટ ઝોન માં રહેતા લોકોને જીવનજરૂરી વસ્તુઓ મળી રહે તે અંગે વ્યવસ્થા કરવામાં આવી તથા સદરહુ વિસ્તારને સેનિટાઇઝ કરવામાં આવેલ છે

(9:04 pm IST)