Gujarati News

Gujarati News

News of Sunday, 31st May 2020

કોરોના થી કંટાળી ને દર્દી ઇશોલેશન વોર્ડ માં થી નાસી ગયો

અત્રે ભાવસિંહજી હોસ્પિટલ માં કોરોના ઇસોલેશન વોર્ડ માં સારવાર લેતા કોરોના નો દર્દી કંટાળી જતા બપોર ના ૧ વાગ્યા આસ પાસ ઇસોલેશન વોર્ડ માંથી નજર ચૂકી ભાગી જતા પોલીસ ને જાણ કરતા તાત્કાલિક બસ સ્ટેન્ડ એસ ટી ડેપો વિસ્તાર તરફ ભાગતા પકડાઈ ગયેલ છે. તેની વધુ તપાસ ચાલે છે. અને આ સખસ કુતિયાણાના નો હોવા નું પ્રાથમિક ચર્ચા માં જાણવા મળેલ છે. પોરબંદર કમલાબાગ પોલીસ માં હજુ કોઈ માહિતી નથી જ્યારે હોસ્પિટલ ના જવાબદાર અધિકારીઓ સાથે સંપર્ક કરતા તેવો નો મોબાઈલ નેટવર્ક કર્યા શેત્રા ની બહાર હોવા નું જણાવે છે. તસવીર અહેવાલ સ્મિત પારેખ દ્વારા

(2:04 pm IST)