Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

માળીયા મામલતદારે ખનીજનું ગેરકાયદે પરિવહન કરતુ વધુ એક ડમ્પર ઝડપ્યું

માળીયા પીપળીયા રોડ પર રાસંગપરના પાટિયા પાસેથી રેતી ભરેલ ડમ્પર ઝડપાયું

 

માળીયા પંથકમાં ખનીજચોરી રોકવા મામલતદારની ટીમે કમર કસી છે અને વધુ એક ખનીજ પરિવહન કરતા ડમ્પરને ઝડપી લેવામાં આવ્યું છે

માળીયા અને હળવદ પંથકમાં ખનીજ ચોરીની વ્યાપક ફરિયાદને પગલે માળીયા મામલતદાર સી બી નીનામાની ટીમે ખનીજચોરો પર તબાહી બોલાવી છે જેમાં વધુ એક ખનીજનું ગેરકાયદેસર વહન કરતા વાહનને ઝડપી લીધું છે

 માળીયા પીપળીયા રોડ પર રાસંગપરના પાટિયા પાસેથી ટ્રક નં જીજે ૧૦ એક્સ ૭૨૪૫ માં રેતી ખનીજ ભરેલ હોય જેને ઝડપી લઈને માળીયા પોલીસ મથકે સોપવામાં આવ્યું છે અને અંગે ખાણ ખનીજ ખાતાની કચેરીના ભૂસ્તર શાસ્ત્રીને જાણ કરી દંડની વસુલાત કરવાની તજવીજ હાથ ધરી છે

 

(12:33 am IST)
  • ઉત્તરાખંડના પ્રધાન સતપાલ મહારાજની પત્ની અમૃતા રાવતને કોરોના પોઝિટિવ આવ્યો. દિલ્હીથી ઘણા કર્મચારીઓ પરત આવેલ છે access_time 11:26 pm IST

  • અમેરિકામાં અશાંતિ: અશ્વેતના મૃત્યુથી 14 રાજ્યમાં હિંસા અને 25 શહેરોમાં કર્ફ્યુ: પોલીસે 1400 લોકોને અટકાયતમાં લીધા : પ્રદર્શનકારીઓ @WhiteHouse સુધી પહોંચી ગયા: નજીક ઊભેલી ગાડીઓ પણ સળગાવી access_time 11:23 pm IST

  • અમદાવાદ સિવિલ હોસ્પિટલના કોરોના સેન્ટરમાં બે કલાક સુધી લાઇટ ચાલી જતા કોરોનાના ભારે પરેશાન : વેન્ટીલેટર બંધ થઇ જતા અનેક દર્દીઓ માટે મુશ્કેલીનો સમય : હોસ્પિટલ તંત્રમાં દોડધામ : કિડની હોસ્પિટલમાં કોરોના સેન્ટર ચાલુ કરાયું હતુ : અનેક દર્દીઓના સગા તંત્રને ફરીયાદ કરવા દોડ્યા access_time 3:17 pm IST