Gujarati News

Gujarati News

News of Friday, 31st May 2019

ગોંડલમાં અફઝલ ખાટકી પર છરીથી હુમલો

સામાન્ય બાબતે થયેલ બોલાચાલીનો ખાર રાખી ઈરફાને છરીના ત્રણ ઘા ઝીંકી દીધા

રાજકોટ, તા. ૩૧ :. ગોંડલમાં નવા માર્કેટયાર્ડ પાસે સામાન્ય બોલાચાલીનો ખાર રાખી ખાટકી યુવાન પર છરીથી હુમલો થયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ ભગવતીપરામાં રહેતા અફઝલ ગફારભાઈ ખાટકી પર ઈરફાન ઉર્ફે ઈકુ હસનભાઈ કટારીયા રહે. વોરા કોટડા રોડ ગોંડલએ છરીના ત્રણ ઘા ઝીંકી ખૂની હુમલો કરતા અફઝલને ગંભીર ઈજા થતા સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડાયેલ છે. ઈજાગ્રસ્ત અફઝલ અને આરોપી ઈરફાન વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થયા બાદ ગઈકાલે ઈરફાને આ બાબતનો ખાર રાખી નવા માર્કેટયાર્ડ પાસે અફઝલને છરીના ઘા ઝીંકી દીધા હતા. આ અંગે ઈરફાન સામે ફરીયાદ થતા પોલીસે હત્યાની કોશિષ સહિતની કલમો તળે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(11:35 am IST)