Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

જામનગર જિલ્લા સહકારી બેન્કની ચૂંટણીમાં લોહાણા વેપારી અગ્રણી જીતુભાઈ લાલ સહિત ૯નો વિજય

રાઘવજીભાઈ પટેલ, મુળુભાઈ બેરા, પ્રવીણસિંહ ઝાલા સહિતનાની જીત

જામનગરઃ જિલ્લા સહકારી બેન્કના વિજેતા ઉમેદવારો, લોહાણા વેપારી અગ્રણી જીતુભાઈ લાલ સહિતના નજરે પડે છે(તસ્વીરઃ કિંજલ કારસરીયા)

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૩૧ :. જામનગર જિલ્લા સહકારી બેન્કની ચૂંટણી બાદ આજે મત ગણતરી કરવામાં આવતા લોહાણા વેપારી અગ્રણી જીતુભાઈ લાલ (મો. ૯૮૨૪૦ ૨૩૩૩૧) સહિત ૯ ઉમેદવારો વિજેતા થયા છે.

જિલ્લા સહકારી બેન્કની ચૂંટણીની મત ગણતરી આજે ડી.કે.વી. કોલેજ ખાતે કરવામાં આવી હતી. જેમાં લોહાણા વેપારી અગ્રણી જીતુભાઈ લાલ, ધારાસભ્ય અને જામનગર યાર્ડના ચેરમેન રાઘવજીભાઈ પટેલ, મુળુભાઈ બેરા, હેમંતભાઈ હરદાસભાઈ ખવા, જામનગર ગ્રામ્ય બેઠક ઉપર પૂર્વ વાઈસ ચેરમેન પ્રવીણસિંહ ઝાલા સહિતનો વિજય થયો છે.

જ્યારે કાંતિભાઈ ગઢીયા, રઘુભાઈ મુંગરા, વશરામભાઈ સોલંકી, બ્રિજરાજસિંહ જાડેજાનો પરાજય થયો છે.

(3:02 pm IST)