Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

ગોંડલ માર્કેટ યાર્ડમાં માર્ચ એન્ડિંગમાં ગોંડલીયા મરચાની બમ્પર આવક, નેશનલ હાઇવે પર ૫ કિલોમીટર લાંબી લાઇનો લાગી

માર્કેટ યાર્ડમાં માર્ચ એન્ડિંગમાં ગોંડલીયા મરચાની બમ્પર આવક થઇ છે. આથી યાર્ડ સત્ત્।ાધિશો દ્વારા આવક બંધ કરવાની ફરજ પડી છે. યાર્ડની બહાર મરચા ભરેલા વાહનોની લાંબી લાઇન લાગેલી છે. ખેડૂતો ગત રાતથી જ મરચા અને વિવિધ જણસો વેચવા માટે યાર્ડમાં આવી ગયા છે. હાલ નેશનલ હાઇવે પર મરચા ભરેલા ટ્રકની ૫ કિલોમીટર લાંબી લાઈનો લાગી છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં મરચાની આવક વધી જતા મરચા ઉતારવાની પણ જગ્યા રહી નથી. આજે યાર્ડમાં ૫૦ હજાર ભારી મરચાની આવક થઇ છે. આજે પણ યાર્ડ બહાર મરચા ભરેલા વાહનોની લાંબી લાઇન લાગી છે. પરંતુ યાર્ડ સત્ત્।ાધિશો દ્વારા જગ્યા ન રહેતા આવક બંધ કરી છે. ગોંડલ વિસ્તારમાં ખેડુતોએ કાશ્મીરી મરચાનું વાવેતર કરેલ છે. જે અંદાજે બે મહીના પછી બજારમાં આવશે. જેનો ભાવ અંદાજે રૂ. ૫૦૦૦ ઉપર નીકળે તેવી શકયતા છે. આ વર્ષે સતત વરસાદને કારણે મરચાના પાકને ખુબજ નુકસાન થયેલ હોવાથી ઉત્પાદનમાં દ્યટાડો થશે. જેથી ભાવ ગત વર્ષ કરતા ઉંચા ભાવ રહેવાની ધારણા રહેલ છે. ચેરમેન ગોપાલભાઇ શીંગાળા તથા વાઈસ ચેરમેન કનકસિહ જાડેજાએ ખેડુતભાઇઓને મરચા સુકવીને લાવવા અપીલ કરેલ છે. જેથી કરીને પુરતા ભાવ ખેડુતોને મળી રહે. (અહેવાલ : જીતેન્દ્ર આચાર્ય, તસ્વીરઃ ભાવેશ ભોજાણી)

(11:44 am IST)