Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

દામનગરના હજીરાધાર ગામે હાજરા હજૂર હજીરાપીરની દરગાહે ઉજવાયો ઉર્ષ

દામનગર તા.૩૧ : હજીરાધાર ગામ માં એક પણ મુસ્લિમ સમાજ નું દ્યર નથી સંપૂર્ણ હિન્દૂ સમાજ ના આ ગામ માં આવેલ દરગાહ માં સેવાપૂજા માટે બાજુના ધામેલ ગામ થી હજીરાપીર ની સેવાપૂજા માટે ફકીર  પરિવારનું ઘર વસાવ્યું છે. સામાજિક સંવાદિતા નું ઉત્ત્।મ ઉદાહરણ છે. હિન્દૂ સમાજ દ્વારા હજીરાધાર ગામ સમસ્ત દર વર્ષે ભવ્ય રીતે ઉર્ષ  પુરા અદબ અને શ્રદ્ઘા ભાવ થી ઉજવાય છે હજીરાપીર ની દરગાહે અઢારે આલમ માથું ટેકવી ધન્યતા અનુભવે છે.

હાજુરા હાજુર હજીરાપીર ની દરગાહ ખાતે દર વર્ષે શાનો શોકત થી ગામ સમસ્ત ઉર્ષ ઉજવાય છે ભવ્ય રીતે ઉર્ષ માં સ્થાનિક ગ્રામજનો દ્વારા ભજન ભોજન નું સુંદર આયોજન કરાય છે સ્વંયમ સેવકો ની ફોજ આ ઉર્ષ માં સતત ખડે પગે સેવારત રહે છે.

હજીરાધાર  ગામમાં ઉર્ષની ઉજવણી માં અઢારે આલમ ની ઉપસ્થિતિ જોવા મળે છે નાના મોટા ગરીબ કે તવંગર સૌ કોઈ  સેવા કરે છે.

હજીરાપીર ની દરગાહ ખાતે કોઈ પણ જ્ઞાતિ જાતિ ધર્મ ભાષા સંસ્કૃતિ ના કશા ભેદ વગર પોતા નો પ્રસંગ હોય તેમ ગરીબ થી લઈ તવંગર સુધી ના લોકો હોંશે હોંશે કામ કરતા જોવા મળે છે.

હજીરાપીર ની દરગાહ ખાતે દામનગર શહેરી અને અનેકો ગ્રામ્ય વિસ્તારો માંથી શ્રધ્ધાળુ ઓનો અવિરત પ્રવાહ આ ઉર્ષ માં આવે છે આ ઉર્ષ માં હાજરી આપવા પધારેલ જૂનાગઢ શ્રીજી એંયુકેશન ટ્રસ્ટ સંચાલિત સંસ્થા મેંદરડા તાલુકા માંથી અતિગંભીર ક્ષતિ ધરાવતા મનોદિવ્યાંગો પણ હજીરાપીર ની દરગાહ ખાતે આવતા ભારે આકર્ષણ નું કેન્દ્ર બન્યા હતા કુતહુલ વશ મનોદિવ્યાંગોને લોકો યથાશકિત મદદ કરતા જોવા મળ્યા હતા.

હજીરાપીર ની દરગાહ ખાતે ભજન ભોજન સાથે હજારો શ્રધ્ધાળુ ચાદર શેરણી અને દર્શન નો લાભ મેળવ્યો હતો.

(11:32 am IST)