Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

પોરબંદર ભારત વિકાસ પરિષદના ૨ સભ્‍યો ‘‘ભારત કો જાનો''- ઓનલાઇન કવિઝમાં વિજેતા

બન્‍ને સભ્‍યોએ નેશનલ કક્ષાએ ૧ થી ૧૦માં સ્‍થાન મેળવ્‍યું : વિજેતાઓને ચાંદીના સિક્કા તથા પ્રમાણપત્રથી સન્‍માન

પોરબંદર,તા.૩૧ : ભારત કો જાનો ઓનલાઈન ગ્‍લોબલ ક્‍વિઝ ૨૦૨૨ માં પોરબંદરનું ગૌરવ વધારનારા વિજેતાઓને ચાંદીના સિક્કા તેમજ પ્રમાણપત્રથી સન્‍માનિત કરાયા હતા. ભારત લેવલે ૧૦ વિજેતા માંથી પોરબંદર ભારત વિકાસ પરિષદ પરિવારના બે સભ્‍યો વિજેતા બન્‍યા

ભારત લેવલે યોજાયેલ આ સ્‍પર્ધામાં દ્વિતીય ક્રમાંકે વિનેશગીરી બાબુ ગિરી ગોસ્‍વામી તથા પાંચમા ક્રમાંકે રૂપાબેન દીપેશભાઈ આડતીયા વિજેતા બન્‍યા. ગુજરાત લેવલે પ્રથમ ક્રમાંકે પોરબંદરના દિપેશ રમેશકુમાર આડતીયા તથા દ્વિતીય ક્રમાંકે પોરબંદરના જય દિનેશભાઈ લુકકા વિજેતા બન્‍યા. ભારત વિકાસ પરિષદ સંસ્‍થા દ્વારા ભારતીય સંસ્‍કળતિને ઉજાગર કરવાના હેતુ અને નવી પેઢી ભારતીય સંસ્‍કળતિના વિચાર અને સંસ્‍કારને આગળ વધારે તે હેતુથી ભારત કો જાનો ઓનલાઇન ગ્‍લોબલ  ક્‍વિઝ ૨૦૨૨  રાત્રિના ૮ સુધી હિન્‍દી તથા અંગ્રેજી માધ્‍યમમાં ઓનલાઈન યોજાઇ હતી જેમાં સ્‍પર્ધકો એ ૧૫ મિનિટ સમય મર્યાદા માં ૬૦ પ્રશ્‍નો  વૈકલ્‍પિક જવાબો સાથે પૂછવામાં આવ્‍યા હતા જેમાં ભારત ભરમાથી મોટી સંખ્‍યામાં સ્‍પર્ધકોએ ભાગ લીધો હતો આ ઉપરાંત વિદેશમાં વસતા ભારતીયો એ પણ આ સ્‍પર્ધામાં મોટી સંખ્‍યામાં ભાગ લીધો હતો આ સ્‍પર્ધાનું પરિણામ ગત ડિસેમ્‍બર ૨૦૨૨ માં જાહેર કરાયું હતું જેમાં પોરબંદરના લોકો વિજેતા થતા તેઓને ચાંદીના સિક્કા અને પ્રમાણપત્ર થી સન્‍માનિત કર્યા હતા.

 ભારત લેવલે પોરબંદરના ભારત વિકાસ પરિષદના સભ્‍યોએ પણ ભાગ લીધો હતો આ સ્‍પર્ધામાં ભારત લેવલે પોરબંદરના ભારત વિકાસ પરિષદના વીનેશગીરી બાબુગીરી ગોસ્‍વામીને દ્વિતીય ક્રમાંક તથા રૂપાબેન દીપેશભાઈ આડતીયા ને પાંચમો ક્રમાંક પ્રાપ્ત થતાં બંને વિજેતાઓને બે-બે ચાંદીના સિક્કા તથા પ્રમાણપત્ર આપી સન્‍માનિત કરાયા હતા. આ  સ્‍પર્ધામાં ગુજરાત લેવલે પોરબંદરના દિપેશ રમેશભાઈ આડતીયા  પ્રથમ તથા જય દિનેશભાઈ લુકકા દ્રિતીય ક્રમાંકે વિજેતા થયા હતા તેઓને એક એક ચાંદીનો સિક્કો તથા પ્રમાણપત્રથી સન્‍માનિત કરાયા હતા. આ ઉપરાંત અન્‍ય વિજેતાઓને પણ પ્રમાણપત્ર આપવામાં આવ્‍યા હતા

વિજેતાઓને ભારત વિકાસ પરિષદના રાષ્‍ટ્રીય કક્ષાના  હોદેદારો વિનોદ ભાઈ લાઠીયા, પ્રફુલભાઈ ગોસ્‍વામી તથા નરેન્‍દ્રભાઈ ભડારીયા અને જેઠસુરભાઈ ગુજરીયાના વરદ હસ્‍તે પોરબંદરમાં સન્‍માનિત કરાયા હતા . ભારત વિકાસ પરિષદના પ્રમુખ તથા સચિવ સહિત ભારત વિકાસ પરિષદના સભ્‍યો અને મિત્ર વર્તુળ દ્વારા વિજેતાઓને અભિનંદન પાઠવવામાં આવ્‍યા હતા.

(3:02 pm IST)