Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

જેતપુરમાં વેપારીની નજર ચૂકવી મોબાઇલની ચોરી કરનાર બે ને એલસીબીએ ઝડપી લીધા

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૩૧ :.. શહેરના એમ. જી. રોડ પર આવેલ મોબાઇલની દુકાનમાંથી વેપારીની નજર ચૂકવી ર મોબાઇલની ચોરી કરી નાસી ગયેલ શખ્‍સોને રૂા. ૬પ હજારના મુદામાલ સાથે એલસીબીએ ઝડપી લીધા હતાં.

અત્રેના એમ. જી. રોડ બી. એસ. એન. એલ. ની ઓફીસ સામે આવેલ બાલાજી મોબાઇલ નામની દુકાને તેના માલીક કૃણાલભાઇ ભીમજીભાણી બેઠા હતા ત્‍યારે બે શખ્‍સોએ આવી મોબાઇલ ખરીદવો છે તેમ કહેતા તેને મોબાઇલ બતાવતા હતા ત્‍યારે તેની નજર ચૂકવી બન્ને શખ્‍સોએ મોબાઇલ રૂા. ર૮,૩પપ ના લઇને નાસી ગયેલ. જે અંગેની ફરીયાદ કરતા ગત રોજ એલ. સી. બી. ના પી. આઇ. વી. બી. ઓડેદરાની સુચનાથી પીએસઆઇ ડી. જી. બડવા, મહેશભાઇ જાની, નિલેશભાઇ ડાંગર, શકિતસિંહ જાડેજા, દિવ્‍યેશભાઇ સુવા, વિરરાજભાઇ ધાંધલ, વાસુદેવસિંહ જાડેજા, ધર્મેશભાઇ બાવળીયા, કૌશીકભાઇ જોશી, મેહુલભાઇ બારોટ, મહેશભાઇ સરીયડા, અનિરૂધ્‍ધસિંહ જાડેજાએ મોબાઇલ ચોરનાર હાર્દિક સુરેશભાઇ સરવૈયા,  (રહે. એબુકા) તથા જયદીપ ઉર્ફે અઘો તુલસીદાસ અગ્રાવત

(1:42 pm IST)