Gujarati News

Gujarati News

News of Thursday, 31st January 2019

ધોરાજીઃ ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશન'ના પ્રમુખની ચુંટણી મુંબઇ ખાતે યોજાશે

ધોરાજી, તા.૩૧:- આવનારી ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશનની આવી રહેલ પ્રમુખની ચૂંટણીમાં અંજુમને ઇસ્લામ મેમણ મોટી જમાત ધોરાજીના હાલ નવનિયુકત થએલ પ્રમુખ હાજી અફરોઝ હાજી હારૂન લકડકુટા ચૂંટણી માં ઝંપલાવે તેવા સમિકરણો વહેતા થયા છે.

ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશનમા નોધાયેલી આશરે ૪૫૦ ઉપરાંત જમાતોમાં ગુજરાત બાજુની આશરે ૨૫૦ ઉપરાંત જમાતો રજીસ્ટર થયેલી હોય અને તેઓ મતદાર હોય તેથી સૌરાષ્ટ્ર ગુજરાત તરફના કોઈ મજબૂત ઉમેદવાર આ ચૂંટણીમાં ઝંપલાવે તો જરુર જીતી શકે અને ધોરાજીના હાલ નિમણુંક પામેલ પ્રમુખ અફરોઝ લકડકુટા તમામ રીતે ઉમેદવાર માં મજબૂત અને સક્ષમ હોય અને પુરા દેશમાં મેમણ સમાજમાં ખુબ જ પ્રભાવ અને બહોળો જુથ ધરાવતા હોય આથી વહેતા થયેલ સમાચાર મુજબ જો અફરોઝ લકડકુટા દાવેદારી નોંધાવે તો આવનારી ચૂંટણી ભારે રસાકસી સાથે પુરા મેમણ આલમમાં જબરજસ્ત ઉતેજના છવાઈ તેમા બે મત નથી..(૨૨.૩)

 

 

(11:42 am IST)