Gujarati News

Gujarati News

News of Thursday, 31st January 2019

ધોરાજી ખાતે લોકસભા ચૂંટણી અંતર્ગત ભાજપ શહેર તાલુકાની સમીક્ષા બેઠક

 ધોરાજી, તા.૩૧: ધોરાજી સમાજની વાડી ખાતે પ્રદેશ ભાજપ દ્વારા ધોરાજી શહેર અને તાલુકા ભાજપની લોકસભા ચૂંટણી અનુસંધાને સમીક્ષા બેઠક યોજાઇ હતી.

પોરબંદર લોકસભા વિસ્તારમાં આવેલ ધોરાજી વિધાનસભા વિસ્તારમાં ભાજપ કાર્યકર્તાઓ ને આગામી લોકસભા ચૂંટણીમાં કરવાની રેહતી કામગીરી અને જવાબદારીથી અવગત કરાવી ચૂંટણી લક્ષી જવાબદારી સોંપવામાં આવી હતી..

ભાજપના ધોરાજી શહેર અને તાલુકાના આગેવાનો કાર્યકર્તાઓ ન માર્ગદર્શન આપવા પૂર્વ કેબિનેટ મંત્રી આત્મારામભાઈ પરમાર, લોકસભા બેઠકના ઇન્ચાર્જ પ્રકાશભાઈ સોની, રમેશભાઈ મુગરા જિલ્લા ભાજપ પ્રમુખ ડી. કે. સખીયા, મહામંત્રી ભાનુભાઈ મેતા પ્રશાંતભાઈ કોરાટ, કિશોરભાઈ રાઠોડ વી. ડી. પટેલ, હરસુખભાઈ ટોપિયા, હરકિશનભાઇ માવાણી, હમીદભાઇ ગોડિલ સલીમભાઈ શેખ ડી.જી.બાલધા, નિલેશભાઈ કણસાગરા, કે.પી માવાણી હિતેશભાઈ બારોટ સમીરભાઈ એરડા ધીરૂભાઇ ધોબી, હકાભાઇ સોલંકી, કેયુરભાઈ બારોટ વિગેરે નગરપાલિકાના ભાજપના સભ્યો, શહેર, તાલુકાના હોદેદારો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા...

આગામી લોકસભાની ચૂંટણીમાં સમગ્ર ગુજરાતમાં તમામ ૨૬ બેઠકો પર ભાજપનો વિજય થાય તે માટેની વ્યૂહ રચના નક્કી કરી ભાજપ શાસનમાં થયેલ કામગીરી, ભાજપ સરકાર દ્વારા વિવિધતમ યોજનાઓની જાણકારી પ્રજા સુધી પોહચાડવા અવગત કરાયા હતા. જે સંદેશ સામાન્ય લોકો સુધી પહોંચાડવા કાર્યકર્તાઓ ને અનુરોધ કરાયો હતો.

(11:39 am IST)