Gujarati News

Gujarati News

News of Thursday, 31st January 2019

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઠારઃ ગિરનાર ૬.૪ ડિગ્રી

કંડલા એરપોર્ટ ૮.૦, ગાંધીનગર ૮.૮, દિવ ૯.૦, અમદાવાદ-જામનગર ૧૦.૦, ભાવનગર ૧૧.૦, રાજકોટ ૧૧.૭ ડિગ્રી લઘુતમ તાપમાન

રાજકોટ તા.૩૧: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં છેલ્લા થોડા દિવસોથી કડકડતી ઠંડીના કારણે જનજીવન અસ્‍તવ્‍યસ્‍ત થઇ ગયું છે. લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતરતા કાતિલ ઠંડીનો અનુભવ લોકોને થઇ રહયો છે.મોડી રાત્રીના ઠંડીના કારણે રાત્રીનાં રસ્‍તાઓ સુમસામ બની જાય છે અને લોકો ઠંડીથી બચવા માટે ઘરની બહાર નિકળવાનું ટાળે છે.

વહેલી સવારે પણ ઠંડીની અસર બરકરાર રહેતા લોકો ગરમ વષાોના સહારે ઘરની બહાર નિકળે છે. આખો દિવસ ઠંડીની અસર સાથે શિયાળા જેવો માહોલ છવાયેલો રહે છે.

આજે રાજ્‍યમાં સૌથી નીચુ તાપમાન ગિરનાર પર્વત ઉપર ૬.૪ ડિગ્રી, ગાંધીનગર ૮.૮, જામનગર ૧૦.૦, નલીયા ૧૧.૮, રાજકોટ ૧૧.૪, જૂનાગઢ ૧૧.૮ ડિગ્રી તાપમાન નોંધાયું છે.

જૂનાગઢ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢઃ સોરઠમાં બે દિવસમાં ઠંડીમાં ૮ ડિગ્રીની વધઘટ થઇ છે આજે ગિરનાર પર ૬.૪ ડિગ્રી ઠંડી રહી હતી. સોમવારે જૂનાગઢનું લઘુતમ તાપમાન ૧૫ ડિગ્રી, મંગળવારે ૧૨ ડિગ્રી, અને ગઇકાલે ૭.૮ ડિગ્રી અને આજે ૧૧.૮ ડિગ્રી નોંધાયું હતું. આમ ૪૮ કલાકમાં ઠંડીમાં ૮ ડિગ્રીની વધઘટ રહી હતી.

ગિરનાર પર્વત પર આજે સવારે ૬.૪ ડિગ્રી ઠંડી નોંધાઇ છે. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ ૭૦ ટકા રહેલ અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૩.૪ કિ.મી.ની નોંધાઇ હતી.

જામનગર

જામનગર : શહેરનું હવામાન મહતમ : ૨૬.પ, લઘુતમઃ ૧૦, ભેજઃ ૮૫ ટકા, પવનઃ ૪ કિ.મી.પ્રતિ કલાક રહી હતી.

ભાવનગર

ભાવનગરઃ ગઇકાલે સીઝનની સૌથી વધુ ઠંડી ૮.૬ ડિગ્રી નોંધાયા બાદ આજે ગુરૂવારે ત્રણ ડિગ્રી તાપમાન વધતાં આજે લઘુતમ તાપમાન૧૧.૦ ડિગ્રી નોંધાતા ઠંડીમાં રાહત અનુભવાઇ હતી. ભાવનગરમાં બુધવારે સીઝનની સૌથી વધુ ઠંડી ૮.૬ ડિગ્રી નોંધાઇ હતી. પરંતુ એક જ દિવસમાં ઠંડીમાં ૩ ડિગ્રીનો ઘટાડો થયો છે અને આજે ગુરૂવારે ભાવનગર શહેરનું લઘુતમ તાપમાન ૧૧.૦ ડિગ્રી નોંધાયુ હતું. સવારે વતાવરણમાં ભેજનું પ્રમાણ ૫૭ ટકા અને પવનની ઝડપ ૬ કિ.મી. પ્રતિ કલાકની રહી હતી.

(11:06 am IST)