Gujarati News

Gujarati News

News of Thursday, 31st January 2019

જુનાગઢ મહાનગરપાલિકાની સેક્રેટરી શાખાને ડીઝીટલાઇઝેશન કરવાનો સ્‍ટેન્‍ડીંગ કમિટીનો નિર્ણય

સ્‍વસ્‍થ જુનાગઢના સુત્ર હેઠળ ઉકાળો વિતરણ કરાશે : નિયમીત પ્રમાણીક કર્મચારીઓને સન્‍માનવાનો નિર્ણય : શહેરની વિકાસ પુસ્‍તિકા તૈયાર કરવા નિર્ણય લેવાયો

જુનાગઢ તા૩૧ : જુનાગઢ મહાનગર પાલિકા ની સ્‍થાયી સમિતિની ૭૨ મી બેઠક ચેરમેન નિલેશભાઇ ધુલેશીયા, કમિશ્નર સોલંકી, નાયબ કમિશ્નરશ્રી નંદાણીયા તથા ઉપસ્‍થિત સદ્‌સ્‍યશ્રીઓ અને અધિકારીઓ વચ્‍ચે યોજવામાં આવેલ હતી.

જેમાં આશરે રૂા પ કરોડથી વધુ રકમના શહેરના સર્વાગી વિકાસલક્ષી કામો કે જે વિવિધ ગ્રાંન્‍ટોમાંથી નક્કી કરવામાં આવેલ હતાં તે તમામ કામોની ટેન્‍ડર પ્રક્રિયાને મંજુરી આપવામાં આવેલ છે, જેમાં તમામ વોર્ડોના વિકાસ કામોને આવરી લેવામાં આવેલ છે, તેમજ આ કામો ત્‍વરીત ગતીએ શરૂ  થાય તે માટે સુચન કરવામાં આવેલ છે, આગામી  દિવસોમાં જરૂરી પ્રક્રિયા પુર્ણકરી આકામો શરૂ થનાર છે.

વિશેષમાં જુનાગઢ મહાનગર પાલિકા કચેરીમાં  ફરજ બજાવતા પ્રમાણીક, કર્મનિષ્‍ઠ અન ે નિયમીત કર્મચારીઓને એવોર્ડ  આપી સન્‍માનીતકરવા, મહાનગરપાલિકા દ્વારા સ્‍વસ્‍થ જુનાગઢના સુત્રતળે સમગ્ર શહેરના મુખ્‍ય વિસ્‍તારો પર જન આરોગ્‍ય માટે સ્‍વાઇનફલુ થી રક્ષક ઉકાળાનું નિઃશુલ્‍ક વિતરણ કરવા, મહાનગરના વિકાસને આલેખતી વિકાસ પુસ્‍તિકા તૈયાર કરવા, મહાનગરપાલિકાના કર્મચારીઓના સુસ્‍વાસ્‍થય માટે મેડીકલ કેમ્‍પ આયોજીત કરવા જેવા સુચનો કરવામાં આવેલ છે.

જુનાગઢ મહાનગરપાલિકાના પદાઅધિકારીઓની  વ્‍યવસ્‍થા સંભાળતી સેક્રેટરી શાખાને ડીઝીટલાઇઝેશન તરફ લઇ નવા તમામ ઠરાવો અને મિનીટસ કોમ્‍પ્‍યુટરાઇઝડ કરવા,  સોફટવેર ડેવલોપ કરવા, અને આધુનીક યુગ સાથે તાલ મીલાવવા જેવા ે ક્રાતિકારી ઠરાવ અધ્‍યક્ષસ્‍થાને કરવામાં આવેલ છે તેમ નગરપાલિકાની  યાદીમાં જણાવેલ છે.

 

(10:29 am IST)