Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

મોરબી પાલિકાની જમીનોમાં ગેરકાયદે બાંધકામોઃ વિહિપ

કાલિકા પ્લોટ વિસ્તારમાં થતા ગેરકાયદે બાંધકામો અટકાવવા કલેકટરને આવેદન

મોરબી તા.૩૧ : અત્રેના કાલિકા પ્લોટ વિસ્તારમાં આવેલ પ.વ.ડી.ના ડેલામાં ગેરકાયદે બાંધકામ થઇ રહ્યાની વિશ્વ હિન્દુ પરિષદે રજુઆતો કરી છે છતાં તંત્ર દ્વારા બાંધકામ અટકાવવા આજદીન સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે ફરી એક વખત વિહિપે જીલ્લા કલેકટરને આવા બાંધકામ અટકાવવા રજુઆત કરી છે.

 

ગુજરાત વિહિપના અગ્રણી રામનારાયણભાઇએ અને હસમુખભાઇ ગઢવીએ કલેકટરને કરેલી રજુઆતમાં જણાવ્યા મુજબ મોરબીના કાલિકા પ્લોટ મેઇન રોડ પર પાલિકાની માલિકીના પ.વ.ડી.ના ડેલામાં અમુક લોકો દ્વારા ગેરકાયદે બાંધકામ કરવામાં આવી રહ્યુ છે. જે તે સમયે આ ગેરકાયદે થતા બાંધકામની સામે ડે.કલેકટરે સ્ટે ઓર્ડર પણ આપ્યો હતો. તેમ છતાં પાલિકાના પ.વ.ડી.ના ડેલામાં તંત્ર દ્વારા લગાવવામાં આવેલ સીલ તોડી મનાઇહુકમનું ઉલ્લંઘન કરી ગેરકાયદે બાંધકામ કરવામાં આવી રહ્યુ છે. તેઓએ વધુમાં જણાવ્યા મુજબ અનેક રજુઆતો કરવામાં આવ્યા છતાં છેલ્લા ૬ વર્ષમાં આ ગેરકાયદે બાંધકામ અટકાવવા કોઇ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.

(12:37 pm IST)