Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

જોડીયા કડીયા જ્ઞાતિ દ્વારા વિશ્વકર્મા જયંતીની ઉજવણી

જોડીયાઃ ગુર્જર ક્ષત્રીય કડીયા દ્વારા વિશ્વકર્મા જયંતી નિમિતે જ્ઞાતિની વાડી ખાતે શ્રી વિશ્વકર્મા દાદાની પુજા-અર્ચના અને આરતી પછી જ્ઞાતિજનોએ મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે હાલાર મોટી નાતના ઉપ્રમુખ નરેન્દ્ર ટી.ગોહીલ, જોડીયા કડીયા સમાજના યુવા પ્રમુખ પરેશ ટી.ગોહીલ તથા સમાજના વરિષ્ઠ અગ્રણી ભીખાભાઇ ટાંક, નિવૃત શિક્ષક પરસોતમભાઇ ચૌહાણ, રમેશ એમ.ટાંક, ભુવા એમ.ટા઼ક, જયોતી એમ ટાંક, ઉમેશ બી.ટાંક, દિપક એચ.ટાંક, પત્રાર રમેશ એચ.ટાંક, દિનેશભાઇ કાચા વગેરે ઉપસ્થિત રહયા હતા. સફળ બનાવવા જ્ઞાતિના યુવા વર્ગ હવે આર.ટાંક ભાવીન જે. ટાંક અભી ડી.ટાંકે જહેમત ઉઠાવી હતી.

(11:42 am IST)