Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

અનુ.જાતિના કલાકારો માટે લોકનૃત્યની તાલીમ શિબિર

મોરબી જિલ્લાના કલાકારોએ અરજી મોકલવી

મોરબી તા. ૩૧ : ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર તેમજ કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજીત અનુ.જાતિના કલાકારોની પરંપરાગત કલાને જીવંત રાખવા વિવિધ કાર્યક્રમ અંતર્ગત લોકનૃત્યની તાલીમ શિબીર ચાલુ વર્ષે પ્રદેશકક્ષા યોજવાનું નક્કી કરવામાં આવેલ છે.

સૌરાષ્ટ્ર પ્રદેશના અનુ.જાતિના કલાકારોની લોકનૃત્યની તાલીમ શિબીર ૨૦૧૭-૧૮ જામનગર શહેર ખાતે યોજાનાર છે શિબીરમાં મોરબી જિલ્લાના ભાગ લેવા ઉત્સુક કલાકારોએ પોતાની અરજી તા.૦૫/૦૨/૨૦૧૮ સુધીમાં જિલ્લા રમતગમત અધિકારીની કચેરી-જામનગર, દરબારગઢ, મલ્ટીનેશનલ બિલ્ડીંગ, કાલાવાડ ગેઈટ, જામનગર ખાતે પહોચતી કરવાની રહેશે. તેમ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી મોરબીની યાદીમાં જણાવ્યું છે.(૨૧.૧૪)

(10:31 am IST)