Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

જામજોધપુરના ગોપના પાટિયા પાસેથી એલસીબીએ હથિયારના જથ્થાની ડીલેવરી થાય તે પહેલા જ બે શખ્સોને ૭ હથિયારો તેમજ પાર્ટી સહિત 1.25 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા

જામનગરની LCBએ હથિયારો સાથે બે શખ્સોને ઝડપી પાડયા છે ત્યારે ટેકનોલોજીના માધ્યમથી Youtube ના સહારે  અનોખું હથિયાર બનાવ્યું જેને જોઈને વિજયપથ ફિલ્મ આવી જાય... કારણ કે જે હથિયાર બનાવ્યુ છે. જેનો ઉપયોગ જો કોઈ વીઆઈપીને નિશાને લેવા માટે આસાનીથી થઇ શકે તેવું બનાવવામાં આવ્યું છે.વિઓ-1જામનગર શહેર અને જીલ્લામાંથી હથિયારો ઝડપાવવાનો સિલસિલો યથાવત છે,

  તાજેતરમાં જ  હથિયારોનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો ત્યારબાદ વધુ સાત જેટલા હથિયારોનો જથ્થો પકડવામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે,  આજે ઝડપાયેલા હથિયારોમાં એક હથિયાર તો એવું છે કે જેને જોતા જ વિજયપથ ફિલ્મ યાદ આવી જાય, youtube ના સહારે બનાવાયેલું અપંગો ચાલે તેવી સ્ટીકમાથી ફાયરિંગ કરી શકાય તે પ્રકારનું અલાયદું ભેજુ માર્યું હતું. અપંગની સ્ટીક જેવા લાગતા આ હથિયારનો ઉપયોગ કોઈ  vip બંદોબસ્ત માં આસાનીથી નિશાને લેવા માટે થઇ શકે તેવો હોવાનું પોલીસનું માનવું છે. 

  આ અંગે પત્રકારોને માહિતી આપતા જામનગર ગ્રામ્યના ડીવાયએસપી કુણાલ દેસાઈ કે જણાવ્યું હતું કે એલસીબીની ટીમ ને આ મોટી સફળતા મળી છે.
  SP દીપન ભદ્રનના આવતા જ ગુન્હેગારોમા ફફડાટ ફેલાયો છે. ત્યારે ગુજસીટોકના ગુન્હા બાદ ગેરકાયદે હથિયારો ઝડપવામાં પોલીસને સફળતાઓ મળી રહી છે. ત્યારે જામનગર એલ.સી.બી. ઇન્ચાર્જ P. I.એસ એસ નિનામાની સૂચનાથી LCB સ્ટાફના PSI બી એમ. દેવમુરારી તથા  આર.બી.ગોજીયા તેમજ એલસીબીના સ્ટાફ દ્વારા બાતમીના આધારે જામજોધપુર તાલુકાના ગોપ ગામના પાટીયે આવેલ બસ સ્ટેન્ડની છાપરી પાસે આરોપી મનસુખ કારેણા હથિયાર સપ્લાય કરવા રાજશે મેરને આવવાનો છે. તેથી રેઇડ કરી હતી.અને હથિયારોની ડિલિવરી માટે આવેલા જામજોધપુર પંથકના જીણાવારીના અને હાલમાં સુરત વસતા મનસુખ હરજી કારેણા ને દબોચી લેતા તેના કબ્જામાથી 3 પિસ્ટલ,1 રીવોલ્વર તથા 6 કાર્ટીસ મળી 1.25લાખના હથિયારો ઉપરાંતપોરબંદરના રાણાવાવના રાજશી માલદે ઓડેદરાના કબજામાંથી 2 પીસ્ટલ, 1 ગન તથા 1 કાર્ટીસ મળી રૂપિયા 60,100/-ના હથિયારો સાથે પકડી પાડવામાં આવ્યા છે.LCB એ મનસુખ કારેણા આ હથિયાર રાજશી માલદે મેરને વેચાણ કરવા આવ્યો હતો તે દરમ્યાન જ બન્ને ઝડપી પાડ્યા હતા.હથિયારો સપ્લાય કરવા આવેલા મનસુખ હરજી કારેણાએ અગાઉ સલીમ ઇસ્માઇલ ઉર્ફે ટીટી મુંદ્રા રહે.આદિત્યાણા વાળા ને ગેરકાયદેસર હથિયાર વેચાણ કર્યા હતા. અને અગાઉના અલગ અલગ ગુન્હામાં પણ નાસતો ફરતો હતો. અને તે અગાઉ લુંટના ગુન્હામાં પણ સંડોવાયેલ હોવાનું સામે આવ્યું છે. હથિયાર લેવા આવનાર રાજશી ઓડેદરા પણ અગાઉ રાણાવાવમાં મારા મારીના 2 ગુન્હામાં સંડોવાયેલ છે.
હથિયારોના જથ્થા સાથે ઝડપાયેલા આ બન્ને આરોપીઓએ આ હથિયારથી કોઇ ગુન્હો કરેલ છે કે, કેમ? કે પછી આ હથિયારો અન્ય કોઇને આપેલ છે. કે કેમ? તે દિશામાં વધુ તપાસ હાથ ધરાઈ છે.તસવીરો- કિંજલ કારસરીયા,,જામનગર

(9:46 pm IST)