Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

દિવમાં દારૂના નશામાં ધુત કાર ચાલકે સફાઇ કર્મચારી મહિલાને હડફેટે લેતા મોત

દિવ, તા., ૩૦: દારૂના નશામાં ધુત થયેલા કાર ચાલકે સફાઇ કર્મી મહિલાને કચડી નાખતા મહિલાનું મોત થતા કાર ચાલકને લોકોએ પકડીને પોલીસને સોંપ્યો હતો.

દીવના રબેરી રોડ પર ચોટીલાના રહેવાસી યોગેશ જયસવાલ નામના શખ્સે દારૂના નશામાં ધુત થઇ પોતાની જીજે ૧૩ એચેચ ૨૧૫૮ નંબરની કાર બે ફિકરાઇથી ચલાવી સફાઇ કર્મી મહિલાને હડફેટે લેતા તેમને હોસ્પીટલે ખસેડાઇ હતી જયાં તેમને મૃત જાહેર કરાયા હતા તો બીજી તરફ કાર ચાલક ફરાર થતા લોકોના ટોળાએ તેમને પકડી પોલીસ હવાલે કર્યો હતો.

(3:32 pm IST)