Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

જેતપુરમાં ક્રિકેટનો સટ્ટો રમાડતો કલ્પેશ સોમાણી પકડાયો : આર.આર.સેલનો દરોડો

રાજકોટ તા. ૩૦ : જેતપુરમાં ક્રિકેટનો સટ્ટો રમાડતા યુવાનને આર.આર.સેલની ટીમે ઝડપી લીધો હતો.

રાજકોટ રેન્જમાં ક્રિકેટના સટ્ટાનું દૂષણ નાબુદ કરવા ડી.આઇ.જી.પી સંદિપસિંહે આપેલ સુચના અન્વયે રેન્જના સાયબર સેલના પીએસઆઇ પી.સી.સરવૈયા તથા તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે આર.આર.સેલના દિગ્વિજયસિંહ ઝાલાને મળેલ બાતમીના આધારે જેતપુરના બાવળાપરા ત્રિનેત્ર મહાદેવ મંદિર પાસે દરોડો પાડી બીગબેસ ૨૦૨૦-૨૧ના ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા કલ્પેશ હસમુખભાઇ સોમાણી રે. જેતપુરને રોકડા રૂ. ૧૩૫૦૦, મોબાઇલ નંગ ૭, લેપટોપ તથા ટેબલેટ મળી કુલ ૫૦,૫૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડી જેતપુર પોલીસને હવાલે કર્યો હતો.

આ કાર્યવાહીમાં આર.આર.સેલના હેડ કોન્સ. મદનસિંહ ચૌહાણ, સિધ્ધરાજસિંહ વાઘેલા તથા પો.કો. શિવરાજભાઇ ખાચર સહિતનો સ્ટાફ જોડાયો હતો.

(1:27 pm IST)