Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

ગોંડલ પંથકના અપહરણના ગુન્હામાં વોન્ટેડ આરોપીને એલસીબીએ ઝડપી લીધો

કેશોદ પંથકમાંથી દબોચી લેવાયો : ભોગ બનનાર સગીરા પણ મળી આવી : પકડાયેલ ધર્મેશ કોળી સામે અગાઉ અપહરણ-બળાત્કારનો ગુન્હો નોંધાયો'તો

રાજકોટ, તા. ૩૦ : ગોંડલ પંથકના અપહરણના ગુન્હામાં વોન્ટેડ આરોપીને કેશોદ પંથકમાંથી ગુન્હામાં વોન્ટેડ આરોપીને કેશોદ પંથકમાંથી રૂરલ એલસીબીએ ઝડપી લીધો હતો. તેમજ ભોગ બનનાર સગીરાને પણ શોધી કાઢી હતી.

ગોંડલ તાલુકા પોલીસ મથકના અપહરણના ગુન્હામાં વોન્ટેડ આરોપી તથા ભોગ બનનાર સગીરાને શોધી કાઢવા રૂરલ એસ. પી. બલરામ મીણાએ આપેલ સુચના અન્વયે રૂરલ ક્રાઇમ બ્રાંચના પીઆઇ એ. આર. ગોહીલ તથ સ્ટાફે વોચ ગોઠવી વોન્ટેડ આરોપી ધર્મેશ ઉર્ફે કાનો કાળુભાઇ રાઠોડ કોળી રહે. હડમતીયા તા. ગોંડલને કેશોદ પંથકના પ્રાંસલી ગામેથી ઝડપી લીધો હતો. તેમજ ભોગ બનનાર સગીરાને પણ શોધી કાઢી હતી. પકડાયેલ આરોપી ધર્મેશ સામે અગાઉ સગીરાને ભગાડી જઇ બળાત્કાર ગુજાર્યાનો પણ ગુન્હો નોંધાયો છે. પકડાયેલ આરોપીને ગોંડલ તાલુકા પોલીસના હવાલે કરાયો હતો.

આ કાર્યવાહીમાં રૂરલ બ્રાંચના હેડ કો. રવિદેવભાઇ બારડ, મહેશભાઇ જાની, બાલકૃષ્ણ ત્રિવેદી, પો.કો. નિલેષભાઇ ડાંગર, પ્રકાશભાઇ પરમાર, દિવ્યેશભાઇ સુવા, રહીમભાઇ દલ, તથા ભાવેશભાઇ મકવાણા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

(1:26 pm IST)