Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

પોરબંદર : ખેડૂતોની લડતને ટેકો

પોરબંદર : જિલ્લાના બરડા વિસ્તારના મેર અગ્રણી અને બોરીયાના ખેડૂત આગેવાન ભીમાભાઇ દુલાભાઇ ઓડેદરાને ૩ કાળા કૃષિ કાનુનની પત્રીકા આપીને માહિતગાર કર્યા હતા અને તેઓએ પણ ખેડૂત ભાઇઓને આગામી દિવસોમાં લડત કરવી પડશે ત્યારે હું પણ ખેડૂતોને અપીલ કરીશ એવું આશ્વાસન આપ્યું હતું. જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નાથાભાઇ ભુરાભાઇ ઓડેદરા અને રાણાવાવ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઇ ખિસ્તરીયાએ આભાર વ્યકત કર્યો હતો. નવા કૃષિ કાયદાના વિરોધ દર્શાવતી પત્રિકા અપાઇ તે તસ્વીર.

(1:25 pm IST)