Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં દરરોજ મગફળીના ટેકાના ભાવે વેચાણ માટે ઉમટતા ૩૦૦ ખેડૂતો

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૩૧ : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા કલેકટરશ્રી ડો. નરેન્દ્રકુમાર મીનાના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી પ્રશાંત મંગુડા તથા તેમના પુરવઠા વિભાગના સ્ટાફ દ્વારા ગત નવેમ્બર -ર૦થી દ્વારકા જિલ્લામાં ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરાઇ હતી જેમાં શરૂઆતમાં તદન નહીવત પ્રતિસાદ તથા એક બક્કે સમગ્ર જિલ્લામાં પ/૧૦ ખેડૂતોજ મગફળી વેચવા માટે આવતા હતાં પણ છેલ્લા દિવસોમાં ધસારો થતાં રોજ ૩૦૦થી વધુ ખેડૂતો તેમની મગફળી વેચવા આવી રહ્યા છે.

નોંધાયેલ ૪૦૭૯ર ખેડૂતોમાંથી અત્યાર સુધીમાં ૩પ૭પ૮ ખેડૂતોને મગફળી વેચવા માટે ખોલાવાયા હતાં. જેમાં ગઇકાલના ૩૧૬ સાથે ૭૮૦પ ખેડૂતોએ વેચાણ કર્યું છે.

કલ્યાણપુરમાંથી ૩૪૯૬ ખેડૂતો, ખંભાળીયામાંથી રપ૦૯ ખેડૂતો ભાણવડમાંથી ૧૭૪૧ તથા દ્વારકા પ૯ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચી છે.

અહીં ૧૦પ૦ મણના મળતા હોય ટ્રેકટર ૩૧૦૦૦નો ફાયદો ખેડુતદીઠ થતો હોય અહીં ખેડૂતો ઉમટવા લાગ્યા છે.

(1:24 pm IST)