Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

ધોરાજી ડેપ્યુટી કલેકટર કચેરીના મહિલા કર્મચારીને જામનગર રહેતા શિક્ષક પતિ સહિત ચાર શખ્સોએ દહેજની માંગણી કરી ધમકી આપી

ધોરાજી તા. ૩૦ : સરકારી વસાહત માં રહેતા અને ડેપ્યુટી કલેકટર કચેરી ખાતે કલાર્ક તરીકે ફરજ બજાવતા પરિણીતા કાળીબેન હેમંતભાઈ કાબરીયા (ઉમર વર્ષ ૩૭) રહે. સ્ટેશન રોડ મૂળ જામનગર નંદનવન સોસાયટી રણજીતસાગર રોડ વાળી મહિલાએ ધોરાજી પોલીસ સ્ટેશનમાં સાસરા પક્ષના તેમના પતિ શિક્ષક હેમતભાઈ દેવાભાઈ કાબરીયા સસરા દેવાનંદ ભાઈ કાબરીયા સાસુ શાંતીબેન ઉર્ફે હંસાબેન દેવાનંદ ભાઈ કાબરીયા દેર ભીખાભાઈ ઉર્ફે ભરત દેવાનંદ કાબરીયા રહે બધા જામનગર વિરૂદ્ઘ ધોરાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવેલ કે તેમના લગ્ન જામનગર રહેતા હેમતભાઈ સાથે આજ થી બેક વર્ષ પહેલા થયેલા હતા અને લગ્ન બાદ તેમના પતિ જુનાગઢ સુભાષ આર્ય કન્યા વિદ્યાલય માં શિક્ષક તરીકે નોકરી કરતા હોય અને તેઓ જેતપુર મામલતદાર કચેરી ખાતે નોકરી કરતી હોય જેથી બંને જેતપુર ગામે રહેવા આવતા રહેલા હતા બાદ થોડા સમય સુધી બંને નો દ્યરસંસાર સારી રીતે ચાલ્યો હતો બાદ તેના પતિ દહેજ બાબતે અવાર-નવાર મહેણાં ટોળા મારી અને શારિરીક માનસિક ત્રાસ આપતા હતા અને ફરિયાદીને કહેતા હતા કે હું કહું તેમ તારે કરવાનો નહીતર હું પંખે લટકી આત્મહત્યા કરી નાખીશ અને તેમની બેગમાં ઝેરી ટીકડા રાખતા હતા તેમના રોજના ત્રાસથી અને ફરિયાદી ને મારી નાખવાની અવારનવાર ધમકી આપતા હોય જેથી ધોરાજી રહેવા આવતા રહેલા અને ત્યાં પતિ પણ દહેજ બાબતે ગાળો બોલી મારી નાખવાની ધમકી આપતા હોય પોલીસે જામનગરના ચાર શખ્સો વિરૂદ્ઘ આઈપીસીની કલમ ૪૯૮ (અ) ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨) ૧૧૪ દહેજ ધારા કલમ ૩, ૭ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(1:24 pm IST)