Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

જામનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હૂમલો

જામનગર, તા.૩૦ : પંચ એ પોલીસ સ્ટેશનમાં સોમરાજભાઈ નાગાજણભાઈ વીર એ ફરીયાદ નોંધાવી છે કે, હાપા રેલ્વે સ્ટેશન પાસે, જુમા મસ્જિદની બાજુમાં ફરીયાદી સોમરાજભાઈએ ભુંડા નહી બોલવા બાબતે આ કામના આરોપીઓ અશોકભાઈ કોળી, ચંદુભાઈ, રાજીયો કોળી, પીટુંડો, રે. જામનગરવાળા ઉશ્કેરાઈ જઈ ગાળો આપી તથા આરોપી અશોકભાઈ કોળી તે પોતાની દુકાને પડેલ ચપ્પુ વડે ફરીયાદી સોમરાજભાઈના ગળાના ભાગે એક બે ઘા કરી મારી ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી તથા આરોપી ચંદુભાઈ એ ફરીયાદી સોમરાજભાઈને પકડી રાખી, રાજીયો કોળી, પીંટુડો એ ઢીકાપાટુનો માર મારી એકબીજાની મદદગારી કરી તથા હવે પછી અમને કઈ કહ્યું તો જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે.

ચેલા ગામે જુગાર રમતા એક મહિલા સહિત ચાર ઝડપાયા

પંચ બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. પ્રદ્યયુમનસિંહ કિરીટસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, ચેલા ગામ, શ્રીરામજી મંદિર પાસે, જાહેરમાં પ્રવિણસિંહ ઉર્ફે પવલો મનુભા જાડેજા, લક્ષ્મીદાસ જેન્તીલાલ ખાખરીયા, પરેશ વસંતભાઈ ઠકકર, કિંજલબેન મનુભાઈ માલદે, જુગાર રમી રમાડી  રૂ.૧૯,૩૧૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

ટેન્કરમાં બે બોટલ દારૂ લઈ નિકળતો ઝડપાયો

સિકકા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. યુવરાજસિંહ પ્રતાપસિંહ ગોહીલ એ ફરીયાદ નોંધાવી છે કે, બેડ ગામના પાટીયે આરોપી દિલીપસિંહ રાયસંગજી રાઠોડ, રે મુંગણી ગામવાળો ટાટા પ્રાઈમો ટેન્કર નંબર જી.જે.–૦૩–બી.વી.–૭૭૦૧, કિંમત રૂ.૧૦,૦૦,૦૦૦/માં રોયલ સ્ટગ કલાસીક વ્હીસ્કી ની બોટલ નંગ–ર, કિંમત રૂ.૧૦૦૦/ની રાખી ઝડપાઈ ગયેલ છે.

બે બોટલ સાથે બે ઝડપાયા

સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. જયપાલસિંહ મહોબતસિંહ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, દિ.પ્લોટ–પ૮, બાળકોના સમસ્શાન પાસે, જામનગરમાં આરોપી રાહુલ વિનોદભાઈ ચાંદ્રા, કેતન વસંતભાઈ ગોરી, ઈંગ્લીશ દારૂની બોટલ નંગ–ર, કિંમત રૂ.૧૦૦૦/– ની રાખી રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

(1:22 pm IST)