Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

લીંબડીમાં વકીલ પર હુમલો કરનાર ઝડપાયો

વઢવાણ, તા.૩૦: લીંબડી શહેરની મધ્યમાં પેટ્રોલ પંપ પાસે આવેલ ઓફીસમાં બાર એસોશીએસનના પૂર્વ પ્રમુખ અને વકીલ બી.જે.પટેલ અન્ય સાથી વકીલમીત્રો સાથે બેઠા હતાં. તે દરમ્યાન પટેલ શેરીમાં રહેતો યુવક સુફીયાન દ્યાંચી ઉર્ફે ભાણો ઓફીસમાં દ્યુસી ગયો હતો અને મસાલો ઉડાડી વકીલ બી.જે.પટેલના હાથ તેમજ પડખા પર છરીના ઘા ઝીંકી નાસી છુટયો હતો.

ત્યારબાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત વકીલને સારવાર અર્થે હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ મામલે પોલીસે ફરિયાદની તજવીજ હાથધરી હતી. જેમાં બનાવની ગંભીરતાને ધ્યાને લઈ જીલ્લા પોલીસવડા મહેન્દ્ર બગડીયાની સુચનાથી તથા એલસીબી પીઆઈ ડી.એમ.ઢોલ તથા પેરોલ ફર્લો સ્કોર્વડની ટીમે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથધરી હતી અને હુમલાના આરોપી સુફીયાન દ્યાંચી ઉર્ફે ભાણાને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે લીંબડી શહેરી વિસ્તારમાં મારામારી અને લુંટ, ચોરીના બનાવો વધી રહ્યાં છે..

જેને સમગ્ર હિન્દુ સમાજ સહિત દરેક જ્ઞાાતિના લોકોએ વખોડી કાઢયો હતો અને આજ મામલે લીંબડી ખાતે આવેલ લેકવ્યુ બિલ્ડીંગમાં વેપારીઓ, દુકાનદારો સહિત વકીલો અને સમસ્ત હિન્દુ સમાજે આમરણાંત ઉપવાસ આંદોલનનો પ્રારંભ પણ કર્યો હતો જો કે પોલીસે આરોપીને ઝડપી પાડતા પોલીસની કામગીરી સામે સંતોષ પણ જોવા મળ્યો હતો.

(11:49 am IST)