Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

મુંદ્રામાં બે લાખની ઘરફોડી

લ્યો, કંઈ ન મળ્યુ તો ભચાઉમાં ઘર પાસે પડેલુ ખેડૂતનું જૂનુ ટ્રેકટર ઉઠાવી ગયા

ભૂજ, તા. ૩૦ :. કચ્છમાં મંદિર ચોરીના બનાવો વચ્ચે મુંદ્રાના સમાઘોઘા ગામમાં તસ્કરો મેઘરાજ વિરમ ગઢવીના ઘેર ખાતર પાડી ૧.૯૫ લાખના સોના-ચાંદીના દાગીના ચોરી ગયા હતા. તો, ભચાઉના આમરડી ગામે રાત્રે ઘર પાસે પાર્ક કરેલ રણછોડભાઈ હીરજીભાઈ ગોઠીનું જૂનુ ટ્રેકટર તસ્કરો ઉઠાવી ગયા હતા. બન્ને બનાવોની પોલીસ ફરીયાદ નોંધાઈ છે.

(11:48 am IST)