Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

જોડિયા તાલુકા મથકની પોસ્ટ ઓફિસ જર્જરીતઃ રીપેર કરવા અથવા નવુ બનાવવા રજુઆત

(હિેતેશ રાચ્છ દ્વારા)વાંકાનેર,તા. ૩૦:જોડિયા તાલુકા મથકે આવેલ પોસ્ટ ઓફિસ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં હોય ત્યાં નોકરી કરતા કર્મચારીઓ માટે ત્યાં બેસીને નોકરી કરવી જોખમરૂપ છે.જેના કારણે નોકરી કરતા કર્મચારીઓ તથા ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડે છે. જોડિયા ગામ એ તાલુકાનું મુખ્ય ગામ હોય જેથી પોસ્ટ ઓફિસની સેવા ખુબ જ અગત્યની છે. જોડિયા પોસ્ટ ઓફિસનું મકાન છેલ્લા બે વર્ષથી બિસમાર હાલતમાં છે.તથા ચોમાસાની ઋતુમાં ખુબ જ પાણી પડે છે , જેના કારણે રેકોર્ડ ને પણ ખુબ જ નુકસાની થાય છે. જોડિયા પોસ્ટનું નવું મકાન અથવા રીપેરીંગ કરાવવા તેમજ પોસ્ટ ઓફિસની સેવા નિયમિત જણવાય રહે તે માટે યોગ્ય કરવા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ડાઇરેકટર ચિરાગભાઈ વાંકે જામનગર જિલ્લાના સંસદ સભ્ય  પૂનમબેન માડમ તેમજ જામનગર જિલ્લા કલેકટરશ્રી,જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જી.પ. જામનગર , રાઘવજીભાઈ પટેલ,સુપ્રીટેન્ટ, હેડ ઓફિસ, જામનગર તેમજ જોડિયા , જામનગર ના અધિકારીને લેખિત રજુઆત કરવામાં આવેલ છે.

જોડિયા ના પોસ્ટ ઓફિસ નું નવું મકાન અથવા રીપેરીંગ કરાવવા સંસદ સભ્ય શ્રી પૂનમબેન માડમને આ અંગે યોગ્ય કરવા રજુઆત કરવામાં આવેલ છે.

(11:46 am IST)