Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

મોરબી : ઇન્કમટેક્ષ ઓડીટ સહિત કામગીરીની મુદ્તમાં વધારો કરવા મોહનભાઇ કુંડારીયા દ્વારા નાણામંત્રીને રજૂઆત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૩૦ : સાંસદ મોહનભાઈ કુંડારિયાએ નાણામંત્રી નિર્મલા સીતારામનને પત્ર લખી જણાવ્યું છે કે એસોસીએશન ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ લોયર અને ટેકસ પ્રેકટીશનર્સના અગ્રણીઓ સીએ વિજયભાઈ સીતાપરા અને સીએ રાજેશ એરણીયાએ રજૂઆત કરી હતી કે કોરોના મહામારીને પગલે નાના ઉદ્યોગો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે અને મંદીના માહોલથી પરેશાન છે જેથી ટેકસ ઓડીટ, ઇન્કમ ટેકસ ઓડીટ સહિતની કામગીરીની મુદતમાં વધારો કરવામાં આવે તે જરૂરી છે

જે રજૂઆત સંદર્ભે સાંસદે નાણામંત્રી સમક્ષ માંગ કરી છે કે ટેકસ ઓડિટ અને ઇનકમ ટેકસ ઓડિતની સમય મર્યાદા વધારીને તા. ૨૮ ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવે જયારે ઇનકમ ટેકસ રિટર્ન ફાઇલ કરવાની તારીખ ૩૧ માર્ચ અને વાર્ષિક રિટર્ન ભરવાની મુદતમાં તા. ૩૧ જાન્યુઆરી સુધીનો વધારો કરવામાં આવે તેવી માંગ કરાઈ છે.

સિરામિક એશો.ના પ્રશ્નોની ચર્ચા અંગે વર્ચ્યુઅલ મિટીંગ મળી

આજે કેપેકસીલની એજીએમ વરર્ચ્યુલ મીટીંગ યોજાઈ હતી જેમાં કેપેકસીલના વાઈસ ચેરમેન અને મોરબી સિરામિક એશોસીએસનના પ્રમુખ નિલેષભાઇ જેતપરીયાએ હાજરી આપેલ અને મોરબીના પ્રશ્નોની ચર્ચા કરી હતી

જે મીટીંગમાં મોરબીના બે પ્રશ્નો જેમાં મુન્દ્રા પોર્ટ પર ચેક પેકેજની તકલીફ અને જીસીસીના એન્ટી ડમ્પિંગના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી આ મીટીગમા ડીજી, ડીજીટીએસ, એડીજી સહિતના અધિકારીઓ અને કેપેકસીલના ચિતલીયા સહિતના મહાનુભાવો જોડાયા હતા.

(11:45 am IST)