Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

લાઠી તાલુકા ભાજપની સંકલન સમિતિ બેઠક યોજવામાં આવી

બાબરા : કાચરડી મુકામે પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત લાઠી જનકભાઈ તળાવીયા ના નિવાસ્થાન મુરલીધર કોટન જીન ખાતે લાઠી તાલુકા ભાજપની લાઠી શહેર તથા દામનગર શહેર તેમજ લાઠી વિસ્તારના કાર્યકર્તાઓની સંકલન સમિતિની બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિશેષ અતિથિ અમરેલી જિલ્લા ચૂંટણી ઇન્ચાર્જ તેમજ પૂર્વ ભાજપ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી તેમજ અમરેલી જિલ્લા પ્રભારી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) તેમજ અમરેલી જિલ્લાના સાંસદ સભ્ય નારણભાઈ કાછડીયા તેમજ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક ભાઈ વેકરીયા તથા ધારી બગસરા મતવિસ્તારના ધારાસભ્યશ્રી જેવી કાકડિયા, પૂર્વ ધારાસભ્ય શ્રી બાવકુભાઈ ઉંધાડે હાજરી આપી હતી. ગુજરાતમાં ચાલી રહેલ પેઇજ પ્રમુખ બનાવવાની કામગીરી ની ચર્ચા કરવામાં આવી. સમગ્ર અમરેલી જીલ્લામાં તેમજ તાલુકા પંચાયતોમાં ભાજપનો ભગવો લહેરાય તે માટેની પૂર્વ તૈયારીઓ તેમજ તેમની સમીક્ષા કરવામાં આવી ત્યારબાદ અમરેલી જિલ્લા ચૂંટણી ઇન્ચાર્જ જીતુભાઈ વાઘાણીએ ગામડા ખેડૂતોના હિતની તેમજ સરકારમાં ચાલતા આરોગ્યમાં અમૃતમકાર્ડ ફાયદાઓ તેમજ તેમનું માર્ગદર્શન આપવામાં આવ્યું.નારાયણ નગર ગામના ૧૦ થી ૧૫ જેટલા કોંગ્રેસી કાર્યકર્તાઓને ભાજપમાં જોડવામાં આવ્યા હતા જીલ્લા ભાજપ ના મહામંત્રી ભુપેન્દ્રભાઇ બસીયા ,લાઠી તાલુકા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ સાવલિયા તથા દામનગર શહેર પ્રભારી જીતુભાઈ ડેર તેમજ દામનગર માર્કેટ યાર્ડ ચેરમેન ભગવાનભાઈ નારોલા, ઘનશ્યામભાઈ રાઠોડ ભરતભાઈ પાડા મયુરભાઈ હિરપરા, લાઠી માર્કેટયાર્ડ ચેરમેન રાજુભાઈ ભુતૈયા, પૂર્વ ન્યાય સમિતિ ચેરમેન પ્રવીણભાઈ પરમાર, પૂર્વ કારોબારી ચેરમેન ગોરધનભાઈ ડોંડા, દામનગર શહેર પ્રિતેશભાઈ નારોલા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ સુતરીયા, લાઠી તાલુકા ભાજપ મહામંત્રી દિનેશભાઈ જમોડ, મનુભાઈ આદ્રોજા, મગનભાઈ કાનાણી, રામાણી સાહેબ, ગોબરભાઇ રાઠોડ તેમજ સરપંચશ્રીઓ તેમજ લાઠી તાલુકાના તમામ ભાજપના કાર્યકર્તાઓ તેમજ આગેવાનો સમગ્ર અમરેલી જિલ્લા માં ભાજપનો ભગવો લહેરાય તેવી નેમ લઈને સાથે મળીને ભોજન નો લાભ લીધો હતો.

(11:45 am IST)