Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

પોરબંદર ગ્રામ્યમાં નવા કૃષિ કાયદા વિરોધની પત્રિકા વિતરણ

પોરબંદરઃ દિલ્લીની અંદર ખેડૂતો ૩ કાળા કાનૂન નાબૂદ કરવા માટે આંદોલન કરી રહ્યા છે ત્યારે સરકાર કોઈ જવાબ ન આપતી હોય ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા, પૂર્વ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિર્યાંના આજ્ઞા અનુસાર આખા ગુજરાતની અંદર એક એક ખેડૂતોને જાગૃત કરવાનું અભિયાન છેડ્યું છે ત્યારે પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા જયારે પોરબંદર જિલ્લાના તમામ ગામે જવાનું હોય ત્યારે ખેડૂતોને મળી ખેડૂતોને જાગૃત કર્યા હતા આ ૩ કાળા કાયદા કાનૂન શું છે તેની પત્રીકા ઓ દ્વારા ખેડૂતોને માહિતગાર કર્યા હતા અને આવનારા દિવસોમાં ખેડૂતોને મોટું નુકસાન થવાનું છે ત્યારે આ કાયદા વિશે માહિતગાર કર્યા હતા ત્યારે ખેડૂતો એ પુરે પૂરું સમર્થન આપવાની ખાત્રી આપી હતી. ત્યારે બોરીચા, આદિત્યાણા, રાણાવાવ, અમરદડ ર્ંકાજાવદરી, ખંભાળા, ભિલેસ્વર, હનુમાંગઢ, જારેરા નેશ, રામગઢ, રાણા બોરડી, દોલતગઢ, રાણા ખીરસરા, વાડોત્રા, ડૈયર્રંના ખેડૂતોને માહિતગાર કર્યા હતા અને આ ખેડૂતોને પત્રીકા દ્વારા સમજણ આપી હતી. ત્યારે ખેડૂતોએ સંતોષ વ્યકત કરીને આભાર વ્યકત કર્યો હતો. ર્ંજિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નાથાભાઈ ઓડેદરા, રાણાવાવ તાલુકા કોંગ્રેસ પ્રમુખ લાખાભાઇ દાસા,રાણાવાવ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ ખીસ્તરિયા વગેરેએ પત્રિકા વિતરણ કરી હતી તે તસ્વીર. (તસ્વીરઃ પરેશ પારેખઃ પોરબંદર)

(11:44 am IST)