Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

વાંકાનેરની લુકમાની લાયન ટીમ ઓપન સૌરાષ્ટ્ર ક્રિકેટ મેચમાં વિજેતા

વાંકાનેર તા. ૩૦ : ઓપન સૌરાષ્ટ્ર ક્રિકેટ મેચમાં વાંકાનેર વોરા સમાજની લુકમાની લાયન ટીમ વિજેતા બની હતી અને સમગ્ર વોરા સમાજ તથા વાંકાનેરનું પણ ગૌરવ વધાર્યું હતું.

વાંકાનેરના વઘાશિયા ખાતે ઓપન સૌરાષ્ટ્ર ક્રિકેટ મેચ યોજાયો હતો. જેમાં વાંકાનેર, મોરબી, રાજકોટ, માંડવી, જામનગર, બોટાદ, બરવાળા, સાવરકુંડલા સહિત ૮ ટીમો વચ્ચે મેચ યોજાયો હતો અને ફાઇનલ મેચ વાંકાનેર બરવાળા વચ્ચે યોજાયો હતો. જેમાં વાંકાનેરની લુકમાની લાયન ટીમ ફાઇનલ વિજેતા બની હતી, દાઉદી વ્હોરા સમાજ પ્રમુખ તથા સૈફૂદિન ભાઈ હાથી (જયહિંદ હાર્ડવેર)નાં હસ્તે શિલ્ડ અર્પણ કરવામાં આવ્યો હતો, કપ્તાન હુશેનભાઈ મલકાણી અને મેન ઓફ ધ મેચ અલી અસગર મીઠાઈ વાલાને શુભેચ્છા પાઠવી હતી.

(11:42 am IST)