Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

કોંગ્રેસના ૧૩૬માં સ્થાપના દિવસની ભાવનગરમાં ઉજવણી

ભાવનગર : ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ૧૩૬માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના કુંભારવાડા, મોતીતળાવ, ઇન્દિરા વસાહત વિસ્તારમાં ગરીબોને કપડા તેમજ બાળકોને રમકડા અને નાસ્તા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કોંગ્રેસના ધ્વજ સાથે કોંગી આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રકાશ વાઘાણી, મહિલા કોંગ્રેસ પ્રમુખ પારૂલબેન ત્રિવેદી, પુર્વનગર સેવક રહીમભાઇ કુરેશી, હિંમત મેણીયા, ભોપાભાઇ ભડીયાદ્રા સહિતના કોંગ્રેસના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

(11:39 am IST)