Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

ચોટીલા ૪૪ લાખનો દારૂ સાથે ઝડપાયેલ ટ્રેલર ચાલકના ૭ દી'ના રીમાન્ડ

મુખ્ય સપ્લાયરને પકડવા રાજસ્થાન તપાસમાં લઇ જવાશે

ઇગ્લીશ દારૂ ભરી ટ્રેલર સાથે ઝડપાયેલ ચાલકની તસવીર

(હેમલ શાહ દ્વારા) ચોટીલા,તા. ૩૦: છ દિવસ પહેલા ચોટીલા પોલીસે ૪૪ લાખના દારૂ ભરેલ ટ્રેલર સાથે પકડેલ ચાલકના ૭ દિવસનાં રીમાન્ડ મેળવી અન્ય આરોપીઓ પકડવા તપાસ આદરેલ છે.

ગત બુધવારના ચાણપાના પાટીયા પાસે જીપીએસ સીસ્ટમ ફીટ કરેલ દારૂના ટ્રેલર સાથે બાડમેરના છનાવડા નો ૨૮ વર્ષ નો ડ્રાઇવર ઠાકરારામ ભૌમારામ જાખડ જાટ ઝડપાયેલ, કોરોના રીપોર્ટ બાદ કાયદેસર ધરપકડ કરી ૧૧ દિવસની માંગણી કરતા ચોટીલા કોર્ટે ૭ દિવસનાં મંજુર કરેલ છે.

આરોપીએ માલ મોકલનાર બાડમેર અને દિલ્હીમાં રહેનાર મૂળ મોખાબ ગામનાં સ્થાનિક ચંદ્રપ્રકાશ ઉર્ફે ચંદુ અને અન્ય શખ્સો હોવાનું જણાવતા તેઓની સામે ગુનો દાખલ થયેલ છે.

ચોટીલા પોલીસ આ ગૂનામાં સંડોવાયેલ તમામની તપાસમાં આરોપી સાથે રાજસ્થાન જશે તેમ જાણવા મળે છે.

નાનો છોકરો છે, જન્મ થી હૃદયમાં તકલીફ છે, ઓપરેશનના રૂ. ભેગા કરવા દારૂની ખેપ મારૂ છું: ચાલક

પકડાયેલ આરોપી એવો ચાલક દ્યણા સમય થી દારૂની ખેપ મારે છે બે વર્ષ પહેલા ચોટીલા નજીક કન્ટેનર સાથે ઝડપાયેલ વાત કરતા જણાવેલ ક મારે એક નાનો છોકરો છે તેને જન્મ થી હ્રદયમાં તકલીફ છે તેના ઓપરેશનનો મોટો ખર્ચ આવે તેમ છે તે માટે દારૂ ની ખેપ મારૂ છુ. એક ટ્રીપના ૫૦ હજાર આપે, મહિને એક જ મારવાની અન્ય દિવસોમાં ખેતી અને એક નંબરની ડ્રાઇવરી કરૂ છું.

સપ્લાયર મુખ્ય બુટલેગર નો સ્થાનિક મોટૂ માથુ છે! અનેક રાજયોમાં તેના વિરૂદ્ઘ ગુનાઓ છે!

ઝડપાયેલ દારૂનો જથ્થો મોકલનાર દિલ્હી અને બાડમેર ખાતે રહેનાર ચંદ્રપ્રકાશ ઉર્ફે ચંદુ પ્રહલાદરામ જાણી અનેક રાજયોમાં ગેર કાયદેસર દારૂ મોકલવામાં માટે પંકાયેલ છે તેના વિરૂદ્ઘ, બિહાર ગુજરાત, યુપી સહિતનાં રાજયોમાં અનેક ગૂનાઓ છે. તેના ગામમાં તે રાજકિય મોટૂ નામ ધરાવે છે. અને સ્થાનિક સ્વરાજયમાં પરિવારનાં લોકો સત્ત્।ારૂઢ હોવાની માહિતી છે. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં દ્યણા વર્ષોથી માલ સપ્લાય કરે છે છતા હજુ સુધી કોઇ પોલીસનાં હાથે ચડેલ નથી. મોટૂ નેટવર્ક અને પહોચ ધરાવતા આ બુટલેગરનાં છેડા પણ ખુબ મોટા હોવાનું કહેવાય છે ત્યારે ચોટીલા પોલીસ આ તપાસમાં તેના સુધી પોહચી શકે છે કે કેમ તે આવનાર સમય જ બતાવશે.

(11:34 am IST)