Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

મોરબીમાં IIFL બેંકના મેનેજરે કરી ગ્રાહકો સાથે લાખોની છેતરપીંડી

મોરબી તા. ૨૯ : મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ આઇઆઇએફએલ ગોલ્ડ લોન કંપનીના બ્રાન્ચ મેનેજર તરીકે નોકરી કરતા કર્મચારી દ્વારા કંપની અને ગ્રાહક સાથે ૮.૧૦ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ મોરબી બી ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે.

માહિતી મુજબ ગ્રીન ચોક વિસ્તાર પાસે આવેલ પારેખ શેરીમાં રહેતા ભાવિનભાઈ મહેન્દ્રભાઈ મહેતા (ઉં. ૩૧)એ હાલમાં મોરબીના સામાકાંઠે વિસ્તારમાં ત્રાજપર ચોકડી પાસે આવેલ આઇઆઇએફએલ ગોલ્ડ લોન કંપનીના બ્રાન્ચ મેનેજર તરીકે નોકરી કરતા કર્મચારી મૂળ ધ્રાંગધ્રાના રહેવાસી અને હાલમાં મોરબીના સામાકાંઠે વિસ્તારમાં અવેલ આનંદનગરમાં રહેતા હાર્દિક લલીતભાઇ દવે (૨૪) સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

જેમા તેને લખાવ્યુ છે કે, મોરબીની ત્રાજપર ચોકડી પાસે આઇઆઇએફએલ ગોલ્ડ લોન કંપનીની બ્રાન્ચ આવેલ છે જેમા હાર્દિક દવે મેનેજર તરીકે નોકરી કરતો હતો અને તા ૫/૧૦/૨૦ થી લઇને ૨૧/૧૦/૨૦ સુધીમાં તેને કંપની અને ગ્રાહક સાથે ૮.૧૦ લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવેલ છે જેથી હાલમાં પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડી હેઠળ ફરીયાદ નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે.

(11:33 am IST)