Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

જસદણ અને વિંછીયા તાલુકાના રસ્તાઓના કામો માટે રૂ. ૩૭૩૧ લાખની રકમ મંજૂર

પંચાયત હસ્તકના ૯૩.૬૦ અને સ્ટેટ હસ્તકના ૪૪.૩૦ કિ.મી. મળી કુલ ૧૩૭ કિ.મી. રસ્તાઓના કામોને કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ માર્ગ મકાન વિભાગ પાસેથી કામો મંજૂર કરાવ્યા

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા. ૩૦ :.. જસદણ અને વિંછીયા તાલુકાના માર્ગ અને મકાન પંચાયત હસ્કતના ૯૩.૬૦ કિ. મી.ના અને સ્ટેટ હસ્તકના ૪૪.૩૦ કિ.મી.ના અતિ જર્જરીત થયેલા રોડના નવીનીકરણના કામને માર્ગ અને મકાન વિભાગના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ દ્વારા જોબ નંબરો ફાળવી અંદાજપત્રક બનાવવા સહિતની વહીવટી પ્રક્રિયા માટે જવાબદાર અધિકારીને સુચના આપી છે.

જસદણ તાલુકાના (૧) મેધપર એપ્રોચ રોડ જોઇનીંગ સાણથલી વાસાવડ રોડ ૩ કિ. મી.ના કામ માટે રૂ. ૪પ.૦૦ લાખ (ર) કમળાપુર-કુંદણી રોડ પ.૦૦ કિ.મી.ના કામ માટે રૂ. ૪પ.૦૦ લાખ (૩) બળઘોઇ-મોટા દડવા રોડ ૪.૮૦ કિ.મી.ના કામ માટે રૂ. ૭ર.૦૦ લાખ (૪)  ગઢડીયા(જામ) - આધીયાના પ.૦૦ કિ. મી.ના કામ માટે રૂ. ૭પ.૦૦ લાખ (પ) નાની લાખાવડ-કોઠી રોડના ૩.૦૦ કિ.મી.ના કામ માટે રૂ. ૬૦.૦૦ લાખ (૬) જસદણ-ગોખલાણા રોડના ૧૦.૦૦ કિ.મી.ના કામ માટે રૂ. ર૦૦.૦૦ લાખ (૭) એસ. એચ.થી ગઢડીયા (જામ) એપ્રોચ રોડના ૧.૦૦ કિ.મી.ના કામ માટે રૂ. ૧પ.૦૦ લાખ (૮) આટકોટ - અંબાજી રોડના ૩.૦૦ કિ.મી.ના કામ માટે રૂ. ૪પ.૦૦ લાખ (૯) વડોદ-આંબરડી રોડના ૩.૭૦ કિ.મી.ના કામ માટ રૂ. પપ.પ૦ લાખ (૧૦) બોધરાવદર-ભંડારીયા રોડના પ.૦૦ કિ.મી.ના કામ માટે રૂ. ૭પ.૦૦ લાખ (૧૧) વડોદ-ગોડલાધાર રોડના ૪.૦૦ કિ.મી.ના કામ માટે રૂ. ૬૦.૦૦ લાખ (૧ર) કનેસરા-રાજાવડલા (જામ) રોડના કિ.મી.ના રૂ. ૭૦.પ૦ (૧૩) એસ. એચ. થી આધીયા એપ્રોચ રોડના કિ.મી.ના રૂ. ૪૩.પ૦ (૧૪) વાસાવડ-મઢડા રોડના ૩.૦૦ કિ.મી.ના રૂ. ૪પ.૦૦ લાખ (૧પ) કમળાપુર-ઢોકળવા રોડના ૩.૦૦ કિ.મી.ન રૂ. ૪પ.૦૦ લાખ (૧૬) માધવીપુર - કાળાસર ૩.૦૦ કિ.મી.ના રૂ. ૪પ.૦૦ લાખ (૧૭) ઇશ્વરીય - કાનપર રોડ ૬.ર૦ કિ.મી.ના રૂ. ૯૩.૦૦ લાખ (૧૮) રાણપરડા-મોટા દેવળીયા રોડ ર.પ૦ કિ.મી.ના રૂ. ૩૭.પ૦ લાખ મળી પંચાયત હસ્તકના સાત વર્ષથી મરામત ન થયેલા રસ્તાઓને રીકાર્પેટન કામ માટે કુલ ૯૩.૬૦ કિ.મી. રસ્તા માટે રૂ. ૧પરપ લાખની રકમને મંજૂર કરવામાં આવી છે.

માર્ગ અને મકાન (સ્ટેટ) હસ્તકના (૧) જસદણ-માધવીપુર-ઘેલા સોમનાથ - મોઢુકા રોડ ૧૪.પ૦ કિ.મી.ના રૂ. ૬પ૦ લાખ (ર) જસદણ-ભડલી-ગઢડા રોડ ૭.૦૦ કિ.મી.ના રૂ.૩૮૦ લાખ (૩) એસ. એચ. ટુ ગઢડીયા (જામ) ટુ રામળીયા - ખડવાવડી - રાજાવડલા રોડ ૩.૦૦ કિ.મી.ના રૂ. ૯૦.૦૦ લાખ (૪) આટકોટ - જીવાપર - સાણથલી - વાસાવડ રોડ ૧૯.૮ કિ.મી.ના રૂ. ૧૦૮૭ લાખ મળી સ્ટેટ હસ્તકના કુલ ૪૪.૩૦ કિ.મી.ના રૂ. રર૦૬ લાખની રકમ મંજૂર કરવામાં આવી છે.

જસદણ અને  વિંછીયા તાલુકાના બિસ્માર રોડ માટે વાહન ચાલકો મુશ્કેલીઓ ભોગવી રહ્યા હતાં. બિસ્માર રસ્તાઓને નવા રૂપ આપવા માટે રજૂઆતોને ધ્યાને લઇ કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ માર્ગ અને મકાન વિભાગ પાસેથી મંજૂર કરવામાં આવ્યા છે.

(11:33 am IST)