Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

ખેતરમાં સોનુ હોવાની લાલચ આપીને અંધશ્રધ્ધાના નામે ૪.૭૧ લાખ પડાવી લેનાર ૬ ઝડપાયા

વિસાવદર પોલીસ ટીમે ૬ લાખનો મુદામાલ જપ્ત કર્યોઃ રિમાન્ડની તજવીજ

તસ્વીરમાં ઝડપાયેલ  ૬ શખ્સો સાથે પોલીસ ટીમ નજરે પડે છે. (તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ર૯: જુનાગઢ જીલ્લાના વિસાવદરના ખેડુતને અંધશ્રધ્ધાના નામે ફસાવીને ખેતરમાં સોનુ હોવાની લાલચ આપીને રૂ. ૪.૭૧ લાખ પડાવનાર ૬ શખ્સોને વિસાવદર પોલીસે ઝડપી પાડયા છે.

વિસાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બી-બીટ વિસ્તારના સુખપુર ગામ ખાતે રહેતા ભુપતભાઇ પરબતભાઇ રામણી જાતે પટેલ ઉ.પ૦ ધંધો ખેતી રહે. સુખપુર તા.વિસાવદર જી. જુનાગઢ વાળાને વીસેક દિવસ અગાઉ કોઇ અજાણ્યા ઇસમોએ વિશ્વાસમાં લઇ ભુપતભાઇની ખેતરમાંં માયા (સોનું હોવાની) ખોટી લાલચ આપી લલચાી ભુપતભાલ પાસેથી ખેતર વાડીમાં માયા સોનું કાઢી આપવા વિધીના બાને જુદી-જુદી રીતે ભુપતભાઇ પાસેથી રૂપિયા ૪૭૧પ૦૦/- ની રોકડ રકમ વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી લઇ ગયેલની વિસાવદર પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ. શ્રી એન.આર. પટેલને જાણ થતા ફરીયાદી ભુપતભાઇ પરબતભાઇ રામાણીને રૂબરૂ વિસાવદર પો.સ્ટેે બોલાવી ફરીયાદીને આવી ખોટી અંધશ્રદ્ધાંથી  વાકેફ કરી કરીને આ તમામ આરોપીઓ વિરૂદ્ધ ફરીયાદ આપવા સમજ કરતા ફરીયાદી ભુપતભાઇએ વિસવાદર પો.સ્ટે. ખાતે આરોપી નં.(૧) રવજીભાઇ રાઠોડ ઉર્ફે રવીબાપુ રહે.વિસાવદર સતાધાર રોડ ભઠીયા વિસ્તાર (ર) લાલજીભાઇ રામજીભાઇ વાણંદ રે. સુખપુર (૩) રમેશભાઇ કોળી રહે પીયાવા (૪) અઘોરી બાબા ઉ.વ.આ.૪૦ વાળા વિરૂદ્ધ ફરીયાદ લખાવતા વિસાવદર પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧ર૦૩૦૭૦ર૦૦૪૮૧/ર૦ર૦ ઇ.પી. કલમ ૪૦૬, ૪ર૦,૧૧૪ મુજબનો ગૂન્હો તા.રપ/૧ર/ર૦ર૦ ના રોજ રજી. કરી આગળની તપાસ પો.ઇન્સ. એન.આર.પટેલ સા.એ. જાતેથી સંભાળી લઇ તુરંત આ કામના આરોપીઓ નં.(૧) લાલજીભાઇ રામજીભાઇ લીબાણી જાત ેવાણંદ ઉ.૪૭ ધંધો રે. સુખપુર તા.વિસાવદર (ર) રવજીભાઇ ઉર્ફે રવીબાપુ ખીમાભાઇ રાઠોડ જાતે અનુ.જાતી ઉ.૩પ ધંધો ડ્રાઇવીંગ રહે. વિસાવદર સતાધાર રોડ ભઠીયા વિસ્તાર (૩) કાળુશા ઇશ્માઇલ બચુશા રફાઇ જાતે ફકીર ઉ.૩૩ ધંધો મંજુરી રહે રાજપરા તા. વિસાવદર (૪) દિનેશભાઇ ઉર્ફે સુરેશભા ખીમાભાઇ રાઠોડ જાતે અનુ.જાતી ઉ.૩પ ધંધો મજુરી રહે. ચુડા તા. ભેસાણ (પ) મહેબુબભાઇ અલ્લારખાભાઇ શેખ જાતે ફકીર ધંધો વેપાર રહ.ે સાસણ સરકારી દવાખાના પાસે તા.મેંરડા (૬) અસ્લશા રહેમાનશા બનવા જાતે ફકીર ઉ.૩૦ ધંધો વેપાર રહે સાસણ વડલીશેરી તા.મેદડરા વાળાઓને તા.ર૮/૧ર/ર૦ ક.૧૮/૩૦ વાગ્યે ધોરણસર અટક કરી આરોપીઓએ પાસેથી રોકડા રૂપીયા ૩,૦૦,૦૦૦ રીકવર કરેલ તથા આરોપીને આ ગૂન્હામાંં ઉપયોગમાં લીધેલ મારૂતી સુઝુકી કંપનીની ઇકો કાર (નં. જી.જે. ૧૧-બીઆર-૪૬૯૪) કી રૂ.૩,૦૦,૦૦૦ મળી કુ રૂપીયા ૬,૦૦,૦૦૦ નો મુદામાલ કબજે કરી આરોપીને નામદાર કોર્ટમાં રીમાન્ડ મેળવવા તજવીજ કરેલ છે.

આ કામગીરી રેન્જના નાયબ પોલીસ મહાનીરીક્ષક મનીનંદર પ્રતાપસિંહ પવાર તથા જુનાગઢ જિલ્લા પોલીસ વડા રવી તેજા વાસમસેટ્ટીની ુચના મુજબ તથા નાયબ અધિક્ષક પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વિસાવદર પો.સ્ટે. પો.ઇન્સ. એન.આર.પટેલ તથા બી-બીટ ઈન્ચાર્જ પોલીસ હેડ કોન્સ વી.જે. વિકમાં તથા પોલીસ હેડ કોન્સ. વી.ડી.ગીયડ, તથા પોલીસ હેડ કોન્સ કે.કે.સોલંકી તથા પોલીસ કોન્સ મેણસીભાઇ ગીગાભાઇ અખેડ તથા પોલીસ કોન્સ હિતેષભાઇ રાજેશભાઇ રૈયાણી વિગેરે પો.સ્ટાફે આરોપીઓને ખુબ જ ટુંકા સમયમાં પકડી પાડી અને આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા ૩,૦૦,૦૦૦ રકમ રીકવરી કરેલ છે.

(11:31 am IST)