Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

ચોટીલામાં બે લાખની ઘરફોડી

(હેમલ શાહ દ્વારા) ચોટીલા, તા.૨૯: શહેરમાં ચોરીના બનાવો વધતા પોલીસ પેટ્રોલીંગ વચ્ચે તસ્કરો નો પડકાર જોવા મળે છે ત્યારે ચોરીની ફરિયાદો દાખલ કરવામાં ઉદાસીનતા દાખવાતી હોવાનો લોકો આક્ષેપ કરી રહ્યા છે. ત્રણ દુકાનોના તાળા તુટયાના બીજા દિવસે પણ બે મકાનો નાં તાળા તોડી સામાન્ય પરિવારની મોટી રોકડ રકમ ની ચોરી કરી ઉઠાવી જતા કાયદો વ્યવસ્થા સદ્યન બનાવવા માંગ ઉઠી છે. ચોટીલા હાઇવે નજીક કુંભારાની સીમમાં પરમેશ્વર સોસાયટી-૨ મા બે મકાનો ને તાળા તોડી નિશાન બનાવી મોટી રોકડ રકમની ચોરીનો બનાવ બનેલ છે.

પ્રથમ બનાવમાં સોસાયટીમાં રહેતા બારોટ જયસુખભાઇ મનુભાઇ તેમના બહેનનાં ઘરે રાજકોટ હતા તેમજ અમિતભાઇ બાવળીયા તેમના પિતાને ત્યાં સુરેન્દ્રનગર હતા સોમવારે સવારે પડોશીએ તાળા તુટેલા જોતા ફોન કરી જાણ કરતા બંન્ને હાફળા ફાફળા ચોટીલા દોડી આવેલ, દરવાજાનાં તાળા તુટેલા હતા અંદર સેટીમા રહેલ સામાન વેર વિખેર હતો અને તિજોરી પણ વેર વિખેર હતી. જયસુખભાઇને નજીકનાં દિવસોમાં તેમના મકાનની લોન કલીયર થાય એટલે દસ્તાવેજ કરવાનો હતો જેના માટે સોનાનો ચેઇન વહેંચી તેના આવેલ ૧.૪૫ હજાર કબાટમાં રાખેલ તેમજ માતાજીનાં મંદિરમાં ૨૫ થી ૩૦ હજાર રોકડા હતા તે પણ ચોર લોકો ઉઠાવી ગયા છે. આગળનાં મકાનમાં પણ આજ ઢબે તાળા તોડી ૩૦ હજાર જેવડી રોકડ રકમ મળી બે લાખ ની ચોરી થયાની હકિકત છે. દોઢ લાખથી વધુની મત્તાની જેને રકમ ગુમાવી છે. તેમના બહેને જણાવ્યું કે પોલીસ ને ચોરી ની જાણ થતા આવેલ, આટલા રોકડા ઘરમા રખાય? રોકડ તો પાછા ન આવે! દાગીના ગયા હોય તો બોલો! સોસાયટી ના રહીશોને ભેગા કરી જણાવેલ કે છેવાડાની સોસાયટી છે. આવા ચોરીના બનાવ બનતા રહેવાના બધા લોકો સો સો ઉઘરાવી પાચ હજારનો સિકયોરિટી રાખી લો. પોલીસની ગાડી બાર વાગ્યે રાત્રે આટો મારે પણ ચોરીઓ તો બે ત્રણ વાગે થાય મધરાતે રાઉન્ડ મારવા જોઈએ! જે વિસ્તારમાં બે મકાનો તુટ્યા છે તે ચોટીલા શહેરને અડીને હાઇવે ની નજીક આવેલ છે પણ કુંભારા ગામની સીમ લાગે છે અને ગ્રામ્યમાં આવતો હોવાનું કહેવાય છે. (તસ્વીરઃ નિશાન બનેલ સોસાયટી અને મકાન નજરે પડે છે.(તસ્વીરઃ હેમલ શાહ)

(11:30 am IST)