Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

સાળંગપુર શ્રી કષ્ટભંજન હનુમાનજીને ૩૨ કિલો સોનાનાં આભુષણનો શણગાર

પુર્ણિમા અવસરે વિશેષ પૂજન-આરતી સહિતના કાર્યક્રમો

(હિતેશ રાચ્છ દ્વારા) વાંાકનેર, તા.૩૦: બોટાદ જિલ્લાના વિશ્વ પ્રશિદ્ઘ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે આવેલ સુપ્રસિદ્ઘ સ્થળ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર આયોજિત આજરોજ વિશેષ 'પૂર્ણિમા'ના પાવન દિવ્ય અવસરે સાળંગપુરધામમાં દાદાના દરબારમાં આજે માગસર સુદ પૂનમ ના રોજ સવારે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદા ની સવારે સાડા પાંચ કલાકે મંગળા આરતી કરવામાં આવેલ હતી તેમજ આજરોજ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને ૩૨ કિલો સોના-હિરા રત્નોના સુંદર આભુષણનો દિવ્ય ભવ્ય શણગાર આજે કરવામાં આવેલ છે.

તેમજ જેમણે આ દિવ્ય મૂર્તિ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદા ની પ્રાણ પ્રતિષ્ઠા કરેલ એવા દિવ્ય પૂજય સદગુરૂદેવ શ્રી ગોપાળાનંદ સ્વામીજીની દિવ્ય 'માળા' આજે દાદાને ધરાવવામાં આવેલ છે, તેમજ સવારે સાત કલાકે ભવ્ય દિવ્ય આભૂષણ શણગારની મહા આરતી પૂજય શ્રી ડી. કે. સ્વામીજી એ ઉતારેલ હતી. આ ઉપરાંત આજે રાત્રે સાડા સાતથી નવ વાગ્યાં સુધી અદ્બૂત દિવ્ય 'શયન દર્શન' શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના આજે થશે. આજે માગસરમાસની વિશેષ પૂર્ણિમા નિમિતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુરધામમાં અથાણાંવારા પૂજય શાસ્ત્રી સ્વામી શ્રી હરીપ્રકાશદાસજી મહારાજશ્રી તેમજ કોઠારી સ્વામીશ્રી વિવેકસાગર સ્વામીજી મહારાજશ્રી ના માર્ગદર્શક અને પ્રેરણાથી આજે આ વિશેષ અદ્બૂત શણગારનું આયોજન કરવામાં આવેલ હતું. તેમજ આજરોજ સવારે દિવ્ય શણગાર આરતીના દર્શનમાં સહુ સંતોએ લાભ લીધેલ હતો તેમજ વિશાળ સંખ્યામા દૂર દૂરથી સાળંગપુરધામમા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના દરબારમાં ભાવિક ભકતજનોને પહોંચી ગયા છે. શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદા કી જયના નારાથી સવારે આરતી સમયે મંદિર પરિસર ગુંજી ઉઠેલ હતું. આજે રાત્રે પણ ૭:૩૦ થી ૯: ૦૦ સુધી 'શયનના દિવ્ય અદ્બૂત દર્શનના લાભ મળશે  જ સંપૂર્ણ કાર્યક્રમ સહુ હરી ભકતજનો ઓનલાઇન ઉત્સવના દર્શન,  આરતી દર્શન, બ્ફન્ળ્ ૅં ળ્બ્શ્ વ્શ્ગ્ચ્ લ્ખ્ન્ખ્ફઞ્ભ્શ્ય્ ણ્ખ્ફશ્પ્ખ્ફખ્થ્ત્ ઉપર આપ સહુ ભાવિક ભકતજનો દાદાના અદ્બૂત રાત્રીના શયન દર્શન, આરતી તેમજ સાળંગપુર મંદિરના લાઈવ દર્શન પણ કાયમ યુ ટ્યુબમાં આવે જ છે. આરતી પણ બંને ટાઈમની લાઈવ આવે છે. જરૂર લાભ લેવા તેમજ આજે પૂર્ણિમા હોય દાદાનું સ્મરણ કરજો, તેમ સાળંગપુરધામના શ્રી કોઠારી સ્વામી શ્રી વિવેકસાગર સ્વામીજી મહારાજ તેમજ ડી. કે. સ્વામીજીની યાદીમાં જણાવાયું છે.

(11:30 am IST)