Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

કચ્છના કંડલા બંદરે વાંદરાઓનો આતંકઃ કર્મચારીને બટકા ભર્યા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા. ૩૦: કંડલા બંદરે વાંદરાઓનો આતંક ફરી શરૂ થયો છે. અહીં બંદર ઉપર કામ કરતાં કર્મચારી ઉપર વાંદરાએ હુમલો કરી બચકાં ભરતાં તેને હાથ પગ ઉપર ઈજાઓ થઈ હતી. આ બનાવમાં ઈજા પામેલ યુવાનને હોસ્પિટલમાં ખસેડાયો છે. દરમ્યાન કંડલા બંદરે ફરી વાંદરાઓનો આતંક શરૂ થતાં અહીં કામ કરતા કર્મચારીઓ, મજદુરો અને ટ્રક ચાલકોમાં ભય ફેલાયો છે. જોકે, અગાઉં કંડલા પોર્ટ દ્વારા વાંદરાઓના આતંક સામે પગલાં ભરાયાં હતાં અને વન વિભાગની મદદથી વાંદરાઓને ઝડપી લેવાયા હતા. હવે ફરી એકવાર આ કામગીરી શરૂ કરાશે.

(11:29 am IST)