Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

કચ્છમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપનો આચંકો: કેન્દ્રબિદુ ખાવડાથી 26 કિમી દૂર નોંધાયું

લોકોમાં ભારે ગભરાટ ફેલાયો :ઘરમાંથી દોડીને બહાર નીકળી ગયા

ભુજ : આજે સવારે કચ્છમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપનો આચંકો આવ્યો છે. કચ્છમાં આજે સવારે 9.46 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો માં ભારે ગભરાટ ફેલાયો હતો અને પોતાના ઘરમાંથી દોડીને બહાર આવી ગયા હતા.

કકડતી ઠંડી માં આજે સવારે ફરી એકવાર કચ્છના લોકોમાં ભૂકંપનો આચકો આવતા ઘરમાં રહેલા લોકો માં ફફડાટ નો માહોલ જોવા મળ્યો હતો અને પોતાના પરિવાર સાથે બહાર નીકળી ગયા હતા. આજે આવેલા ભૂકંપનું કેન્દ્રબિદુ ખાવડાથી 26 કિમી દૂર નોંધાયું છે. રિકેટર સ્કેલ પર કચ્છમાં આવેલા ભૂકંપની તીવ્રતા 4.3 માપવામાં આવી છે.
આમ વારંવાર કચ્છ માં ભુકંપ ના આચકા આવતા લોકો માં દહેશત જોવા મળી રહી છે.

(11:28 am IST)